ખબર

ટ્રમ્પે પુછ્યું – શું તમે 5G પણ લાવી રહ્યા છો? તો મુકેશ અંબાણીએ જાણો શું કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની મુલાકાતના બીજા દિવસે અમેરિકન દૂતાવાસમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. આ કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ હાજર રહ્યા હતા. પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે અહીં હાજર રહેલા સીઈઓને સંબોધન કર્યું, ત્યારબાદ સીઈઓને પ્રશ્નો પણ પૂછ્યા. આ સીઈઓ રાઉન્ડ ટેબલ પર ટ્રમ્પે ઘણા યુવા ભારતીય ઉદ્યમીઓ સાથે ખુલીને વાત કરી અને તેમના વ્યવસાય વિશે પૂછ્યું. ભારતની ઘણી નવી કંપનીઓ એવી હતી કે જેના વિશે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પહેલથી જ જાણકારી હતી.

Image Source

આ કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ પહેલા પોતાનો પરિચય આપ્યો હતો અને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. આ પછી, અંબાણીએ એનર્જીના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચેના થનારા વેપાર વિશે વાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તમે અમેરિકામાં કેટલું રોકાણ કર્યું છે તેની પર હું નજર રાખું છું. મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું હતું કે મેં અમેરિકામાં 7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

Image Source

પછી મુકેશ અંબાણીએ કહ્યું કે તેઓ 4G સેવા આપી રહ્યા છે. તેના પર ટ્રમ્પે કહ્યું કે, તમે 4G પર કામ કરી રહ્યા છો, શું તમે 5G પર પણ કરશો? આ અંગે અંબાણીએ કહ્યું કે હા અમે 5Gના ક્ષેત્રમાં પણ પગ મૂકીશું. તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું કે રિલાયન્સ એકમાત્ર એવી કંપની છે કે જેણે ચાઈનીઝ કમ્પોનંટ્સનો ઉપયોગ કર્યો નથી.

ત્યારબાદ અંબાણીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તમારા શાસનકાળ દરમિયાન ભારતીય કંપનીઓ માટે ત્યાં ધંધો કરવો સહેલું થઈ ગયું છે. બધી પ્રક્રિયાઓ ઝડપી અને સરળ થઈ ગઈ છે. હું આશા રાખું છું કે આ પ્રક્રિયા ચાલુ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અમેરિકાની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે અને તેના કારણે શેરબજારમાં તેજી આવશે. તેમણે ભારતીય ઉદ્યોગ સાહસિકોને ખાતરી આપી હતી કે જો તેઓ અમેરિકામાં રોકાણ કરશે તો તેઓને મોટો ફાયદો થશે. મુકેશ અંબાણીએ અમેરિકામાં કોર્પોરેટ ટેક્સ રેટ ઘટાડવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તમે અમેરિકામાં ટેક્સ રેટ ઘટાડ્યો, એ પછી ભારતમાં પણ ઉદ્યોગપતિઓને રાહત આપવામાં આવી હતી. વર્ષ 2019માં મોદી સરકારે ઉદ્યોગપતિઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઉદ્યોગપતિઓએ સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી અને તેની સકારાત્મક અસર પણ દેખાઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.