ખબર

ટ્રાફિક નિયમોના તોડવા બદલ ટ્રકના ડ્રાઈવરને ફટકાર્યો 6.53 લાખ રૂપિયાનો દંડ, જે એક દેશી એન્જિનિયરના પગારથી વધુ છે-જાણો વિગત

એક અહેવાલ અનુસાર, એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, ઓરિસ્સામાં નાગાલેન્ડના એક ટ્રક માલિકને સાત ટ્રાફિક નિયમોના ભંગ બદલ પકડાયા બાદ 6.53 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે, ફટકારવામાં આવેલો આ દંડ આ નવા મોટર વાહન અધિનિયમ હેઠળ ન હતો.

Image Source

એએનઆઈ અનુસાર, આ ટ્રક માલિક દેશના પહેલા એવા વ્યક્તિ હશે કે જેના પર 1 સપ્ટેમ્બરના રોજ સુધારેલા મોટર વાહન અધિનિયમ લાગુ થયા પહેલા સૌથી વધુ દંડ લાગ્યો હોય. અહેવાલો અનુસાર, 10 ઓગસ્ટે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રક માલિકની ઓળખ શૈલેષ શંકર લાલ ગુપ્તા તરીકે થઈ હતી જે નાગાલેન્ડના ફેક ટાઉનમાં રહે છે, અને ટ્રકનો ચાલક ઝારસુગુડામાં રહે છે.

શૈલેષને ઓડિશા મોટર વ્હિકલ્સ ટેક્સેશન (OMVT) એક્ટ હેઠળ જુલાઇ 2014થી સપ્ટેમ્બર 2019 સુધી માર્ગ ટેક્સ નહીં ભરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, તેના પર આ દંડ વાહન વીમા અને અન્ય ડોક્યુમેન્ટ્સ લઈને નહિ ફરવા બદલ, હવા અને અવાજ પ્રદૂષણ કરવા બદલ, માલ વાહનમાં મુસાફરોને લઇ જવા માટે અને પરવાનગીની શરતોના ઉલ્લંઘન માટે ફટકારવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ બીજી એક ઘટના સામે આવી જેમાં નવા સુધારેલા મોટર વાહન અધિનિયમ હેઠળ દંડ વસૂલવામાં આવતા તમામ રેકોર્ડ તૂટી ગયા, આ ઘટનામાં એક ટ્રક ડ્રાઈવરને દિલ્હીના મકરબા ચોક નજીક ટ્રક ઓવરલોડ કરવા બદલ 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

હવે સમય આવી ગયો છે કે આપણે ટ્રાફિકના નિયમોનું સખતપણે પાલન કરવાનું શરુ કરી દઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks