રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ફોટો આજકાલ સોશિયલ મીડિયામાં છવાતા જ હોય છે. હાલમાં જ અંબાણી પરિવાની વહુ શ્લોક મહેતાનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશના સૌથી અમિર પરિવાર તેની લાઈફસ્ટાઇલ અને ફિટનેશને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે આજે અમે તમને મુકેશ અંબાણી અને તેના પરિવારના સભ્યોની જુના અને નવા ફોટો એક સાથે બતાવીશું. ફોટો જોઈને કહેશો આ પરિવારે તતેની ફિટનેસ માટે આટલી કર્યું છે.

સૌથી પહેલા આમે તમને જણાવીશું મુકેશ અંબાણી વિષે. દેશમાં સૌથી મોટા ઉધોગપતિ હોવાની સાથે સાથે તેની દિનચર્યા ઘણી વ્યસ્ત છે. મુકેશ અંબાણી તેના બીઝી શેડ્યુઅલની વચ્ચે પણ તેના ફિટનેસ પર પૂરતું ધ્યાન આપે છે. વજન ઘડ્યા બાદ મુકેશ અંબાણીની પર્સનાલિટીમાં ઘણો છે. આ ફોટો તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.

મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીની સ્ટાઇલ સ્ટેટમેન્ટ ઘણું સારું છે. નીતા અંબાણીએ તેની ફિટનેસનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. નીતા અંબાણીની સ્ટાઇલ મોટી-મોટી એક્ટ્રેસ કોપી કરે છે. નીતા અંબાણી તેની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે બધી મોટી ઇવેન્ટમાં રેડ કાર્પેટ ઉપર સૌથી ઉપર આવે છે. નીતા અંબાણી તેની ફિટનેસ માટે વજનમાં ધરખમ ઘટાડો કર્યો છે. નીતા અંબાણીના જુના અને નવા ફોટો ઓળખવો મુશ્કેલ છે.

મુકેશ અને નીતા અંબાણીના જુડવા બાળકો આકાશ અને ઈશા અંબાણીએ પણ ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તો ઈશાનો લુક પણ લગ્ન પછી નિખર્યો છે. ઈશાએ પણ તેના ભાઈની જેમ વજનમાં ધરખમ ઘટાડો કર્યો છે. ઈશા પણ તેની માતાની જેમ ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. ઈશા રોજ જિમ જઈને વર્કઆઉટ કરે છે.

એક સમય હતો આકાશ અંબાણી બહુજ મોટો નજરે આવતો હતો. આજે તેને ઘણું વજન ઘટાડ્યું છે. પરંતુ આજે તેનો લુક બૉલીવુડ સ્ટારથી કમ નથી.

અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનું વજન એક સમયે બહુ જ વધારે હતું. અનંત અંબાણીએ 2016માં વેટ લોસના કારણે ચર્ચામાં આવ્યો હતો. એક રીપોર્ટના જાણવા અનુસાર અનંતે 18 મહિનામાં 108 કિલો વજન ઘટાડ્યું હતું. જયારે એ વજન ઘટાડીને લોકોની સામે આવ્યો હતો. ત્યારે અનંતને ઓળખવો મુશ્કેલ હતો.
અનંત અંબાણીના ટ્રેનર વિનોદ ચન્નાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મેડિકલ કારણોને લઈને અનંત અંબાણીના વજનમાંઘણો વધારો થયો હતો. ત્યારે અનંતના ડેઇલી રૂટિન અને લાઈફ સ્ટાઇલમાં ઘણો બદલાવ આવ્યો હતો.