ખબર

ગુજરાતીઓને મળી મોટી રાહત, સરકારે કરી જાહેરાત – આ તારીખ સુધી નહિ વસૂલાય નવો નિયમ પ્રમાણે દંડ

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમના અમલીકરણને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે 16 સપ્ટેમ્બરથી લાગુ પડેલો નવા મોટર વ્હિકલ એક્ટ હવે ગુજરાતમાં 15 ઓક્ટોબરથી લાગુ થશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ આ અંગે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નવા નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Image Source

તેમણે જણાવ્યું હતું કે લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો મળ્યા બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે અત્યાર સુધી નવા નિયમ પ્રમાણે જે પણ દંડ વસુલ્યો છે તે પરત કરવામાં આવશે નહીં.

જો કે હવે ગુજરાતીઓને નવા ટ્રાફિક નિયમના અમલીકરણમાં એક મહિનાની છૂટ મળી છે. આ હેલમેટ ન પહેરનાર અને પીયુસી ન ધરાવનાર વાહન ચાલકોને 15 ઓક્ટોબર સુધી જૂના નિયમ પ્રમાણે 100 રૂપિયા દંડ ભરવો પડશે. હાલ જો કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમો તોડશે તો તે જુના નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવશે.

Image Source

સરકાર દ્વારા રાજ્યમાં પીયુસી માટે 900 નવા સેન્ટર ખોલવામાં આવશે. જેથી પીયુસી અને હેલમેટ 15 ઓક્ટોબર સુધીમાં મેળવી લેવાના રહેશે. સાથે જ એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે ટુ વ્હીલર ખરીદનારાને વાહન વેચનારાઓએ ફરજિયાતપણે મફતમાં ISI માર્કાવાળું હેલ્મેટ આપવું પડશે. હાલ ટુ વ્હીલર વેચનારાઓ હેલમેટના અલગથી 1000 રુપિયા વસૂલે છે, જે હવેથી મફ્તમાં આપવાના રહેશે.

સરકારી અધિકારીઓએ પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેથી હવે સરકારી અમલદારોએ હેલમેટ પહેરવું ફરજીયાત છે. ઉપરથી ટ્રાફિકના તમામ નિયમો જે સામાન્ય જનતાને લાગુ પડે છે તે તેમને પણ લાગુ પડશે જ.

Image Source

બેઠકમાં લેવાયા કયા નિર્ણયો –

  • નવા મોટર વ્હિકલ એક્ટની અમલવારી લંબાઈ ગઈ છે.
  • સ્ટેટમાં હવે નવા નિયમનું પાલન 15 ઓકટોબરથી.
  • નવા 900 PUC સેન્ટર ઓપન આવશે.
  • વાહનોની PUC કઢાવવાની તારીખમાં વધારો કરાયો છે.
  • 15 ઓકટોબર સુધી હેલ્મેટના દંડની મુદત લંબાવાઈ.
  • PUC માટે પંદર દિવસની સમય મર્યાદા વધારાઈ દેવાઈ છે.
  • ન્યુ વેહિકલ ખરીદનારને હેલ્મેટ ફ્રી આપવામાં આવશે.
  • વાહન ખરીદનારને ISIના માર્કાવાળા હેલ્મેટ આપવા પડશે

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks