કોરોનાથી બચવા માટે છે એકમાત્ર ઉપાય, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે નથી કોઈ રસી

0

આખા વિશ્વમાં કહેર મચાવનાર કોરોનાએ હવે ભારતમાં પણ લોકોના જીવ લેવાનું શરુ કરી દીધું છે, દિવસેને દિવસે કૂરણાના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે સરકાર અને તંત્ર પણ જરૂરી પગલાં લઇ રહી છે અને લોકોને ઘરોની બહાર ન નીકળવાની સલાહ આપી રહી છે. દેશના ઘણા શહેરોમાં લોકડાઉન પણ કરી દેવામાં આવ્યું છે, જીવનજરૂરી વસ્તુઓ સિવાયની બધી જ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે હજુ પણ ઘણા લોકો એવા છે કે જે સમજતા નથી અને ઘરોની બહાર નીકળી રહયા છે.

Image Source

હજુ સુધી વાયરસની રસી શોધી શકાય નથી, ત્યારે આવા સમયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાયરસથી બચવાનો એકમાત્ર રસ્તો બતાવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, જો દરેક વ્યક્તિ પોતાની આસપાસની સફાઈ પર ધ્યાન આપે અને કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન આવે તો આ વાયરસથી બચી શકાય છે. ઉપરાંત જો સમય સમય પર હાથ ધોવે તો પણ કોરોનાથી બચી શકાય છે. લોકો એ વાતથી માહિતગાર થઇ ચુક્યા છે કે કોરોનાથી બચવા માટે હાથ ધોતા રહેવા જરૂરી છે. પરંતુ લોકોને હાથ ધોવાની સાચી રીત નથી ખબર.

Image Source

હાથ ધોવા માટે પણ એક ચોક્કસ રીત હોય છે, જેનું કોઈ પાલન નથી કરતુ. કારણ કે લોકોને હાથ ધોવાની આ રીત વિશે જાણકારી જ નથી. તો આજે આપણે જાણીએ કે કોરોનાથી બચવા માટે હાથ ધોવા અને કઈ રીતે ધોવા –

Image Source
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, હાથ ધોવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ ન કરો. હાથ ધોવા માટે સાબુ કે હેન્ડવોશ જેવી વસ્તુઓનો ઉપયોગ અવશ્ય કરો.
  • હાથને ગમે તેમ ધોયા વિના ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથને બરાબર ઘસો. બંને હાથને એકબીજા સરખી રીતે ઘસો. બંને હાથને હથેળીઓને અને આંગળીઓ-અંગૂઠાઓને બરાબર રીતે ઘસો.
Image Source
  • હાથના પાછળના ભાગે પણ સાબુ લગાવવાનું ભૂલતા નહિ. હાથના પાછળના ભાગને પણ સારી રીતે બધી જ આંગળીઓ-અંગોથાઓ સહીત ઘસો અને સારી રીતે સફાઈ કરો.
  • હાથ ધોયા પછી હાથને ડ્રાયર કે સાફ કપડાથી લૂછવાનું ભૂલશો નહિ.

કોરોનાથી બચવા માટે ધ્યાનમાં રાખવી આ બાબતો –

Image Source
  • છીંક ખાતી વખતે આડો રૂમાલ રાખવો, જો રૂમાલ ન હોય અને હાથ રાખ્યો હોય તો છીંક ખાધા પછી હાથને તરત જ ધોઈ કાઢો.
  • આંખ, નાક કે મોઢાને હાથથી અડયા હોય તો પણ તરત જ હાથ ધોઈ કાઢો અને પછી ચહેરો પણ સાબુથી ધોઈ કાઢો.
  • જમતા પહેલા ઉપરોક્ત જણાવેલી રીતે હાથ જરૂર ધોવા.
  • કોઈ પણ બહારની વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તરત જ હાથને ધોઈ કાઢવા અને જો હાથ ધોવા શક્ય ન હોય તો હેન્ડ સેનિટાઇઝર વાપરવું.
Image Source
  • શૌચક્રિયા પછી પણ હાથ ધોવાનું ભૂલશો નહિ. કોઈ પણ પ્રકારના કેમિકલને અડયા હોવ તો એ પછી પણ તરત જ હાથ ધોઈ કાઢવા.

આવું કરવાથી મળશે આવી બીમારીઓથી મુક્તિ –

જયારે આપણે સરખી રીતે હાથ નથી ધોતા ત્યારે આપણને ચેપ લાગવાનો ખતરો વધી જાય છે. એટલે ઉપરોક્ત જણાવવામાં આવેલી રીતે હાથ ધોવાથી કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.

Image Source

જો સાચી રીતે હાથ નહિ ધોવાથી ઈંફેશન લાગી શકે છે, જેમાં ગળામાં ઇન્ફેક્શન, ડાયેરિયા, ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ થઇ શકે છે. જેને કારણે વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. એટલે જ કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેત રહેવાની જરૂર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.