નવા અંજલિ ભાભીના ફિટનેસનું રહસ્ય જાણીને તમને ઘણો ફાયદો થશે
ટીવી ઉપરના સૌથી ખ્યાતનામ ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા” ચશ્મા આજે દરેક ઘરની પસંદ છે, તો આ શોના પાત્રો પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. થોડા સમય પહેલા જ આ શોમાં અંજલિભાભીના પાત્રને રિપ્લેસ કરવામાં આવ્યું અને નવા અંજલિભાભી તરીકે અભિનેત્રી સુનૈના ફોજદાર જોવા મળી રહી છે, તો દર્શકોને સુનૈનાનો અભિનય પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
સુનૈના ફોજદાર સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ છવાયેલી રહે છે, ઘણા લોકો તેને ફોલો પણ કરે છે અને તેમની તસવીરો અને વીડિયો પણ પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતા હોય છે.
View this post on Instagram
સુનૈના ફોજદાર ડાન્સની ખુબ જ શોખીન છે. તે ઘણા ડાન્સ વીડિયો પણ પોતાના ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરે છે. આ ડાન્સ વીડિયો ચાહકોને પણ ખુબ જ પસંદ આવે છે અને તે પણ વાયરલ થાય છે. તો સુનૈનાની ફિટનેસના પણ લોકો કાયલ છે.
View this post on Instagram
સુનૈના ખુબ જ ફિટ છે અને પોતાની પરફેક્ટ ફિગરને તે મોટાભાગે ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે આને મેળવવા માટે તેને વધારે મહેનત નથી કરવી પડતી. ના તે વધારે સ્ટ્રીક ડાયટનું પાલન કરે છે અને ના કોઈ હાર્ડ વર્કઆઉટ કરે છે.
View this post on Instagram
સુનૈનાની ફિટનેસનું રહસ્ય છે તેનો ડાન્સ. તે ડાન્સ કરે છે અને ફિટ રહે છે. તેને ડાન્સનો શોખ છે એટલા માટે તે ડાન્સ કરે છે, રોજ ફરવા માટે પણ જાય છે.
View this post on Instagram
થોડા સમય પહેલા જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે “કુલી નંબર 1″ના ગીત “હુસ્ન હે સુહાના” ઉપર ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ પણ થયો હતો અને ચાહકોને કરિશ્મા કપૂરની યાદ પણ આપવી ગયો હતો.