મનોરંજન

તારક મહેતાના માધવી ભાભીનું ઘર છે ખુબ જ આલીશાન, જુઓ ઘરની અંદરની તસવીરો

ઓહોહોહો…માધવી ભાભી આટલા સુંદર ઘરમાં રહે છે, જુઓ PHOTOS

છેલ્લા 12 વર્ષથી દર્શકોને મનોરંજન કરાવનાર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” જેટલો પ્રખ્યાત છે એટલા જ આ ધરવાહિકના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. ઘણા પાત્રો એવા પણ છે જે બદલાઈ ચુક્યા છે, પરંતુ ઘણા પાત્રો આ શો શરૂ થયો ત્યારથી જ આ શો સાથે જોડાયેલા છે. (તમામ તસવીરો : ડેઇલી ભાસ્કર)

એવું જ એક પાત્ર છે ગોકુલ ધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડેની પત્ની માધવી ભાભીનું. માધવી ભાભીનું પાત્ર પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

માધવી ભાભીનું પાત્ર નિભાવ્યું છે અભિનેત્રી સોનાલિકા જોશીએ. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતા રહે છે.

ધારાવાહિકની અંદર પાપડ અથાણાંનો વ્યવસાય કરનાર માધવી ભાભી પોતાના અસલજીવનમાં ખુબ જ વૈભવી જીવન જીવે છે. આજે અમે તમને તેમના આલીશાન ઘરની તસવીરો બતાવીશું.

મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલિકાનો જન્મ 5 જૂન 1976ના રોજ થયો હતો. સોનાલિકાએ પોતાના કોલેજનો અભ્યાસ યુનિવર્સીટી ઓફ મુંબઈથી કર્યો છે.

માધવી ભાભી ઉર્ફે સોનાલિકા જોશીનું આ ઘર મુંબઈના કાંદિવલી જેવા પોષ વિસ્તારમાં આવેલું છે. એક ઇન્ટરવ્યૂમાં માધવી ભાભીએ જણાવ્યું હતું કે તેમને આ ઘર ત્રણ વર્ષ પહેલા ખરીદ્યુ હતું.

સોનાલિકા જોશીનું આ ઘર 3બીએચકે છે. આ ઘરની ઘણી બધી તસવીરો પણ સામે આવી છે. જે જોતા જ તમે પણ હોશ ખોઈ બેસસો.

સોનાલિકા જોશીએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે “આને વધારે સુંદર બનાવવા માટે હું હંમેશા કંઈકને કંઈક બદલાવ કરતી રહું છું.”

તેમને જણાવ્યું હતું કે, “પૂજા ઘરથી લઈને બેડરૂમ સુધીની દરેક વસ્તુઓ ખુબ જ સુંદરતાથી સજાવી છે. દેખતી વાત છે કે આટલું મોટું સપનું પતિના સાથ વગર પૂર્ણ ના થઇ શકતું હતું.”

સોનાલિકા જોશીએ આગળ જણાવ્યું હતું કે, “મને મારા ઘરથી ખુબ જ પ્રેમ છે. અહીંયા મને પોઝિટિવિટી મળે છે.”

તમને એ પણ જણાવી દઈએ કે આ નવો ફેલ્ટ ખરીદતા પહેલા સોનાલિકા જોશી પોતાના પતિ સમીર જોશી અને દીકરી આર્યા જોશી સાથે બોરીવલીમાં એક 1બીએચકે ફેલ્ટમાં ભાડે રહેતા હતા.

સોનાલિકાએ પોતાના કેરિયરની શરૂઆત મરાઠી થિયેટર દ્વારા કરી હતી. તારક મહેતા શોની અંદર માધવી ભાભીનો કિરદાર નિભાવતા પહેલા તે વારસ સરેચ સરસ અને જુલુક જેવી મરાઠી ધારાવાહિકોમાં નજર આવી ચુકી છે.

સોનાલિકાએ 5 એપ્રિલ 2004માં સમીર જોશી સાથે લગ્ન કર્યા હતા. તેમની એક દીકરી પણ છે જેનું નામ છે આર્યા જોશી.

ધારાવાહિકની અંદર અલગ અલગ સાડીમાં જોવા મળનારી અને પોતાના બોલવાના અંદાજના કારણે દર્શકોનું દિલ જીતનારી માધવી ભાભી ધારાવાહિકના એક એપિસોડ માટે 25 હજાર રૂપિયા ચાર્જ વસુલે છે.