ખબર

મંદી ક્યાં છે ભાઈ? તિરૂપતિ મંદિરમાં ભક્તોએ એક જ દિવસમાં કર્યું અધધધધધધ દાન

દેશમાં કોરોનાના મહામારીને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. 83 દિવસના લોકડાઉન બાદ 8 જૂનથી મંદિરો ખોલી દેવામાં આવ્યા છે. 8 જૂનથી તિરુમાલા તિરૂપતિ દેવસ્થાન પણ ખોલી દેવામાં આવ્યું છે. શરૂઆતના ત્રણ દિવસમાં માત્ર કર્મચારીઓ અને સ્થાનિક લોકો માટે દર્શન ખોલવામાં આવ્યાં છે. ત્યારબાદ 11જૂનથી સામાન્ય નાગરિકો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓ ભગવાન બાલાજીના દર્શન કરી શકશે.

Image Source

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાને સોમવારે હૂંડીનાં સ્વરૂપે 25.7 લાખનું દાન પ્રાપ્ત કર્યું હતું. તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનને ખોલવાની જાહેરાત થતાંની સાથે જ પહેલા દિવસે કાઉન્ટર પર ટિકીટ ખરીદી માટે લાંબી લાઈનો જોવા માટે મળી હતી.

Image Source

સવારે 8 વાગ્યાથી ટિકીટનું વેચાણ રાજયે દરેક કાઉન્ટર પર શરૂ કરી દીધું હતું. આંધ્ર પ્રદેશ સરકારે 12 જૂનની પણ વેચવાનો નિર્ણય કર્યો હતો.

Image Source

મંદિરમાં પ્રવેશતી વખતે દરેક શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવા પડશે. Tજયારે તીર્થયાત્રીઓ લાઈનમાં આવશે ત્યારે તેમણે કોઈપણ વસ્તુઓને અડવાની જરૂર નથી. ભક્તોએ લાઈનમાં 5-6 ફૂટનું અંતર જાળવવું પડશે.

જણાવી દઈએ કે, કોવિડ-19 ની મહામારીના કારણે તિરૂપતિ મંદિર 20 માર્ચથી બંધ હતું. તિરૂપતિ મંદિર દેશના સૌથી અમીર મંદિર પૈકી એક મંદિર ગણવામાં આવી રહ્યું છે. દર મહિને 200 કરોડ રૂપિયાની આવક મંદિરને થાય છે. જે લોકડાઉન બાદ બંધ થઈ ગઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.