રસોઈ

ઉતરાયણ માં ઘરે જ બનાવો ચણાના લોટના ચટાકેદાર સ્વાદિષ્ટ તીખા ગાઠીયા, જાણો સરળ રીત…

તીખા ગાઠીયા એ એક ગુજરાતી નાસ્તો છે. આનો સ્વાદ કુરકુરો, તીખો અને તળેલુ નમકીન છે. જે ચણા ના લોટ (બેસન) થી બનાવા મા આવે છે. આ ગુજરાત નો એક ધરેલુ નાસ્તો છે. જેને બધા ગુજરાતી ઓ લગભગ રોજ બરોજ ખાય છે. આ તીખા ગાઠીયા ને લીલા મરચા, ખમણેલા ગાજર ના સંભારો બનાવી ને કે પછી સલાડ કે કેરી ના અથાણા સાથે ખાવા મા આવે છે. તીખા ગાઠીયા ની આ રેસીપી નુ અનુસરણ કરીને આને ઘરે બનાવો અને આને એકલા સાંજ ના નાસ્તા મા ખાવ કે બીજા નમકીન જેવા કે ચેવડો, ચવાણુ જેવા નમકીન મા મુખ્ય રૂપ થી આને ભેળવી ને આની મજા લ્યો. આનો સ્વાદ તીખો, નમકીન અને કુરકરો હોય છે. માટે આ નાના મોટા બધા ને ભાવે છે. આ કુરકરા તીખા ગાઠીયા ને દિવસ મા ગમે ત્યારે ચા ની સાથે પીરસો. આ બહાર ગામ જતી વખતે લઈ જવાનો ઉત્તમ નાશ્તો છે. કારણ કે આ ૧૫ થી ૨૦ દિવસ સુધી બગડતા નથી.

 • તીખા ગાઠીયા બનાવા માટે ની પુર્વ તૈયારી નો સમય : ૧૦ મીનીટ
 • ચડવા નો સમય : ૩૫ મીનીટ
 • કેટલા લોકો માટે : ૪ થી ૫ વ્યક્તી માટે
 • તીખા ગાઠીયા બનાવા માટે સામગ્રી
 • ૨ કપ – ચણા નો લોટ (બેસન)
 • ૧ નાની ચમચી – અજમા
 • ૧ નાની ચમચી – લાલ મરચુ દળેલુ
 • ૧ ચપટી – હળદર
 • ૧ ચપટી – તીખા (ભુકો કરેલા)
 • અડધી ચપટી – બેકીંગ સોડા (સોડા બાય કાર્બોનેટ) વૈકલ્પીક
 • મીઠું – સ્વાદ અનુસાર
 • ૧ નાની ચમચી – તેલ લોટ મા ચિકાસ લઈ આવા માટે
 • તેલ – તળવા માટે
 • અડધો કપ – પાણી
 • તીખા ગાઠીયા બનાવા ની વીધી૧) એક વાસણ કે મોટા શકોરા મા ચણા ના લોટ ને ચાળી નાખો. હવે આ ચાળેલા બેસન મા અજમા, લાલ મરચુ ભુકો કરેલુ, હળદર, તીખા ભુકો કરેલા, સોડા બાય કાર્બોનેટ અને એક ચમચી તેલ નાખો. તેમા સ્વાદ અનુ સાર મીઠું નાખી સારી રીતે મીક્સ કરી લ્યો.૨) અડધો કપ પાણી નાખી ને આ લોટ ને ગુથી લ્યો. આ બાંધેલો લોટ વધારે ઢીલો કે વધારે કડક ન રાખો. લોટ ને મધ્યમ રાખો. હવે તેમા એક ચમચી તેલ નાખી ને લોટ ને ચીકણો કરો. અને ફરી થી લોટ ને ગુથી લ્યો.૩) હવે હાથ થી ચલાવવા વાળું સેવ નું મશીન લ્યો. ( ગાઠીયા પાડવા ની જાળી વાળો સંચો) આ મશીન મા અલગ અલગ પ્રકાર ની જાળી હશે. ગાઠીયા બનાવવા માટે જાડી સેવ બનાવવા ની જાળી લ્યો. (મોટા કાણા વાળી જારી)

  ૪) હવે આ જાળી ને મશીન ની નીચલી સાઈડ રાખો અને આ લોટ ને મશીન મા નાખો. આ હાથ સંચા ને બરાબર આખો ભરાય તેટલો ભરો. અને મશીન બંધ કરી લ્યો.

  ૫) એક ગેસ ઉપર મધ્યમ કડાઈ મા તેલ ને ગરમ કરવા મુકો. તેલ ને ગરમ થવા દો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે આ સંચા ને તેલ ની ઉપર પકડો અને લોટ ને સંચા ની બહાર કાઢવા માટે મશીન ના હેંન્ડલ ને ફેરવો. સંચા ને તેલ ની કડાઈ ઉપર ગોળાકાર ફેરવતા હેંન્ડલ ને સતત ફેરવતા રહો.

  ૬) હવે આ બેસન ના ગુચ્છા ને હલ્કા ભુરા થવા સુધી તેલ મા તળો. આમા ૨ થી ૩ મીનીટ જેટલો સમય થાશે.

  ૭) જ્યારે ગાઠીયા નો કલર ફરી જાય ત્યારે તેને બીજી બાજુ ફેરવો. અને થોડા કડક થાય ત્યા સુધી તળો. ઓછા તળવા થી આ ગાઠીયા પોચા થાશે. માટે આને મધ્યમ કડક સુધી તળો.૮) કુરકરા તીખા ગાઠીયા તૈયાર છે. આને તેલ માથી કાઢી લ્યો. અને થોડા ઠંડા થવા દો. ઠંડા થયા પછી આને એક હવાબંધ ડબ્બા મા ભરીને રાખો. તમે ધારો ત્યારે આને ખાઈ શકો છો. આ તીખા ગાઠીયા ૧૫ થી ૨૦ દિવસ સુધી બગડતા નથી.

  તીખા ગાઠીયા બનાવા માટે સુજાવ અને વીવીધતા :
  જો તમને તીખા અને અજમા નો સ્વાદ પંસદ નથી તો એને ન નાખો. આના વગર પણ આ સ્વાદીષ્ટ લાગશે.
  તમને સેવ મશીન કોઈ પણ ભારતીય દુકાન મા મળી જાશે. અને તેમા બધી જાળી હશે. જેમા જાડા ગાથીયા કે પાતળા ગાઠીયા ની જાળી પણ હશે. તમે તમારી પસંદ પ્રમાણે ની જારી થી બનાવી શકો છો.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ