અજબગજબ ખબર

220 પુરુષોને ડેટ કરી ચુકેલી આ મૉડલે રચાવ્યા પોતાના જ પાલતુ કુતરા સાથે લગ્ન, કૂતરાને લઈને ગઈ હતી અહીં હનીમૂન પર….

મૉડલ રહી ચુકેલી એક મહિલાને 220 પુરુષો સાથેના ડેટનો અનુભવ ખરાબ રહેવા પર પોતાના જ કુતરા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે આગળના અમુક દિવસો પહેલા સોશિયલ મીડિયા પર તેઓના લગ્નનો વિડીયો પણ વાઇરલ થયો હતો.

Image Source

49 વર્ષની એક પૂર્વ સ્વિમસૂટ મૉડલ ‘એલિઝાબેથ હોડ’એ પોતાના જ ગોલ્ડન રિટ્રીવર જાતિના ‘લોગન’ નામના કુતરા સાથે લગ્ન કરી લીધા છે, જણાવી દઈએ કે કૂતરાની ઉંમર 6 વર્ષની છે.એવામાં સૌથી ખાસ વાત એ પણ છે કે આ લગ્નને દુનિયાભરના કરોડો લોકોએ જોયા છે કેમ કે એક રિપોર્ટ અનુસાર તેનો લાઈવ કાસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

Image Source

લોકોંની પરવાહ કે ચિંતા કર્યા વગર ફેમસ મૉડલ એલિઝાબેથે પોતાના જ લોગન નામના કુતરા સાથે લગ્ન કરી લીધા. શેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એલિઝાબેથ પોતાના રીત રિવાજ અનુસાર હાથમાં લાલ રંગના ફુલોનો ગુલગસ્તો લઈને દુલ્હન બની છે અને કૂતરાને પણ કાળા રંગનો કોટ પહેરાવવામાં આવ્યો છે.

Image Source

લગ્નમાં એલિઝાબેથે વેડિંગ રિંગ પહેરી અને કૂતરાને રિસ્ટબેન્ડ પહેરાવ્યો હતો,લગ્નના દરમિયાન માત્ર 20 લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા.જાણકારી અનુસાર એલિઝાબેથ તેની પહેલા બે વાર પુરુષો સાથે સગાઈ કરી ચુકી છે પણ લગ્ન કર્યા ન હતા.

Image Source

મીડિયા રિપોર્ટના આધારે એલિઝાબેથના ઘણા પુરુષો સાથે સંબંધ રહ્યા હતા.એ પણ કહેવામાં આવે છે કે આગળના અમુક વર્ષોમાં 6 ડેટિંગ સાઈટના દ્વારા તેમણે 220 જેટલા પુરુષોને ડેટ કરી છે, પણ તેને પોતાનો સાચો પ્રેમ ન મળી શક્યો. જો કે તેની પુરુષો સાથેની ડેટિંગ પણ કઈ ખાસ રહી ન હતી અને તે હવે પુરુષોથી થાકી ગઈ હતી. એવામાં તેણે પોતાના જ પાલતુ કૂતરાને પોતાનો જીવનસાથી બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો.

Image Source

એલિઝાબેથનું કહેવું છે કે,”મેં વિચાર્યુ કે લોગન સાથે લગ્ન કરવાનો મારો નિર્ણય એકદમ સારો જ રહેશે. તે ક્યારેય મારાથી દૂર નથી જાતો અને અમે એકબીજાને ખુબ પ્રેમ પણ કરીયે છીએ.ઘણા લોકોનું  માનવું હશે કે હું પાગલ થઇ ગઈ છું પણ આ મારો તરીકો છે, એ જણાવવાનો કે અમે બંન્ને હંમેશા સાથે રહેશું”.

Image Source

જાણકારી અનુસાર એલિઝાબેથનો એક 25 વર્ષનો દીકરો પણ છે.તેનું કહેવું છે કે હવે તેને કોઈ પુરુષની જરૂર નથી, હવે તે પોતાનું આખું જીવન કુતરા લોગનની સાથે જ વિતાવશે.THIS MORNING દ્વારા તેઓના લગ્નનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધીમાં 86 હજાર વાર જોવામાં આવી ચુક્યો છે.આ સિવાય વીડિયોને પાંચ હજારથી વધારે લાઇક્સ અને 1700 થી વધારે લોકો વીડિયોને રીટ્વીટ કરી ચુક્યા છે.જાણકારી અનુસાર એલિઝાબેથ ડોગ ફ્રેન્ડલી હોટેલમાં હનીમૂન માટે પણ ગઈ હતી.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks