અજબગજબ

આ યુવક પોતાની વિધવા માતા માટે કરી રહ્યો છે યોગ્ય જીવનસાથીની શોધ, રાખી આ શરત

મોટાભાગે જોવામાં આવ્યું છે કે બાળકોના લગ્ન માટે માતા-પિતા ખુબજ ચિંતિત રહેતા હોય છે. જ્યારે બાળકો ઉંમરના પડાવને પાર કરી લે તો પરિવારના લોકો તેના માટે યોગ્ય જીવનસાથીની શોધ કરવાનું શરૂ કરી દે છે. પણ અમુક દિસવો પહેલા જ સોશિયલ મીડિયા પર વાઇરલ એક પોસ્ટમાં એક દીકરો પોતાની જ માં માટે યોગ્ય પતિની શોધ કરી રહ્યો છે. આ પોસ્ટ જાણે કે સનસની મચાવી દીધી છે.

Image Source

વાત કંઈક એવી છે કે સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ફ્રેંચ કૉલોનીમાં રહેનારા ગૌરવ અધિકારીએ પોતાની વિધવા માં માટે યોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યો છે. આ યુવકે પોતાની માં સાથેની તસ્વીર શેર કરીને યોગ્ય વરની શોધ શરૂ કરી દીધી છે.

Image Source

ગૌરવની આ પોસ્ટને લોકો દ્વારા 3400 થી પણ વધારે વાર શેર કરવામાં આવી ચુકી હતી. ફ્રેંચ કોલોનીમાં ગૌરવ પોતાની 45 વર્ષની માં સાથે રહે છે અને તેના પિતાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું. ગૌરવે કહ્યું કે તે આખો દિવસ પોતાની નોકરી નોકરી પર જ રહે છે અને તેની માં એકલી જ ઘરે રહેતી હતી.

ગૌરવે કહ્યું કે તે પોતાના માતા-પિતાનો એક માત્ર દીકરો છે. સવારે ગૌરવ નોકરી માટે નીકળી જાય છે અને રાતે મોડી રાતે ઘરે આવે છે. આખો દિવસ તેની માં એકલી જ ઘરે સમય વિતાવે છે. પોતાની માતાનું એકલાપણુ જોઈને ગૌરવે આ નિર્ણય લીધો છે.

Image Source

આજ ઈચ્છાને લીધે ગૌરવે 10 ડિસેમ્બરના રોજ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાની માં સાથે તસ્વીર પોસ્ટ કરીને માં માટે યોગ્ય વર શોધવા માટેની વાત લખી હતી. ગૌરવની આ પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે અને લોકો ગૌરવના આવા નિર્ણયના ખુબ વખાણ કરી રહ્યા છે.

ગૌરવે પોતાની પોસ્ટમાં લખ્યું કે,”ફેસબુક પર આ વાત લખતા પહેલા મેં મારી માં સાથે વાતચીત કરી લીધી હતી. માં મારા માટે વિચારી રહી હતી, એવામાં મારી પણ ફરજ છે કે હું તેના વિશે વિચારું. હું મોટાભાગે ઘરેથી બહાર રહું છું તો માં એકલી પડી જાય છે. એકમાત્ર દીકરો હોવાને લીધે હું ઇચ્છુ છું કે માતાના જીવનના બાકીના દિવસો સારી રીતે વીતી શકે, માટે હું મારી માં માટે એક સારો જીવનસાથી ઇચ્છુ છું.”

Image Source

માતાના પતિ માટે રાખી આ શરત:
ગૌરવે કહ્યું કે મારી માં ના જીવનસાથી બનવા માટેની શરત પણ જરૂરી છે કે તે આત્મ નિર્ભર હોવા જોઈએ. અમને રૂપિયા-પૈસા, જમીન કે સંપત્તિની કોઈ જ લાલચ નથી. મારી માં ને વાંચવું અને સંગીત ખુબ જ પસંદ છે પણ પુસ્તકો અને સંગીત એક જીવનસાથી તરીકેની જગ્યા ન લઇ શકે. માં ના એકલાપણાને દૂર કરવા માટે એક જીવનસાથી જ હોવા જોઈએ જે તેના સુખ દુઃખમાં તેની સાથે ઉભા રહે.

Image Source

ગૌરવે એવું પણ કહ્યું કે બની શકે કે લોકો મારા આવા નિર્ણયનો મજાક બનાવે અને મારા પર હસવા પણ લાગે પણ એકમાત્ર દીકરો હોવાને લીધે મારી ફરજ છે કે હું તેના માટે આ નિર્ણય લઉં. એકલી રહેવા કરતા એ વધારે યોગ્ય છે કે તેને એક નવો સાથી અને મિત્ર મળે.

આવા પ્રકારની પોસ્ટ બદલતા સમાજને દેખાડી રહી છે. બાળકોને પાળવા-પોષવામાં જીવનના એક મોડ મોડ પર એકાકી થઇ ગયેલા માં બાપના જીવનમાં ફરીથી રંગ ભરવા માટેનું બાળકોનું આવું પગલું વખાણ કરવા લાયક છે. આ નવી પહેલ સમાજને નવા નજરિયાથી જોવામાં મદદ કરશે.

Image Source

જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા આસ્થા નામની યુવતીએ પણ પોતાની વિધવા માં માટે પણ યોગ્ય વર માટે ટ્વીટર પર પોસ્ટ શેર કરી હતી જેના પણ લોકોએ ખુબ વખાણ કર્યા હતા.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.