જ્યોતિષ શાસ્ત્ર

આ દિવસથી શરૂ થાય છે અશુભ સમય, ભૂલથી પણ ના કરો આ 6 કામ

હિન્દૂ ધર્મમાં તહેવારનું આગવું મહત્વ છે. આગામી 9 માર્ચ ફાગણ પૂનમ છે. આ દિવસને હોળી તારીખે ઉજવવવામાં આવશે. આ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય નથી થતા. હોળાષ્ટક પુરા થયા બાદ સારા કાર્ય થાય છે.

Image Source

આવો જાણીએ હોળાષ્ટક વિષે
ફાગણ મહિનાની આઠમથી ફાગણ મહિનાની પૂનમ સુધીના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટકમાં વિવાહ, ગર્ભધાન, ગૃહ પ્રવેશ, જેવા શુભ કાર્ય કરવામાં નથી આવતા. હોળાષ્ટક 3 માર્ચથી શરૂ થઈને 9 માર્ચ શરૂ થશે. હોળીકા દહન સાથે તેની સમાપ્તિ થશે. ફાગળ સુદ આઠમની પૂનમ સુધીના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ સમયમાં તપ કરી શકાય છે. હોળાષ્ટકનો શાબ્દિક અર્થ હોળા+અષ્ટક એટલે કે, હોળીના જે પહેલા 8 દિવસ છે, તે સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હોળાષ્ટકના આઠ દિવસોમાં માંગલિક કાર્યના કરવા જોઈએ. માનવામાં આવે છે કે, આ સમયમાં શુભ કાર્ય કરવું અપશુકન માનવામાં આવે છે.

Image Source

આવો જાણીએ ક્યાં-ક્યાં શુભ કાર્યના કરવા જોઈએ.

વિવાહ:
હોળીના 8 દિવસ પહેલા ભૂલથી પણ લગ્ન ના કરવા જોઈએ. જયારે કોઈ વિશેષ યોગના હોય તો આ સમયને ઊભ માનવામાં નથી આવતો.

હવન-યજ્ઞ:
હોળાષ્ટકમાં યજ્ઞ અને હવન અનુષ્ઠાન ના કરવા જોઈએ. માનવામાં આવે છે કે, હોળાષ્ટકમાં યજ્ઞ અને હવન અનુષ્ઠાન કરવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું.

Image Source

ભવનનિર્માણ:
હોળાષ્ટકના દિવસે ભૂલથી પણ ઘર નિર્માણ કરવાનું કાર્યના કરવું જોઈએ. હોળી બાદ ભવન નિર્માણનું કરું શરૂ થઇ શકે છે. આ માટે પહેલા કોઈ સારા વિદ્વાન પાસેથી જાણકારી અચૂક લઇ લો.

નામકરણ અને મુંડન:
હોળાષ્ટકના સમયમાં બાળકોનું નામકરણ અને મુંડન સંસ્કાર કયારે પણ ના કરવા જોઈએ.

નવી વસ્તુની ખરીદી ટાળવી જોઈએ:
હોળાષ્ટકના સમયમાં નવું ઘર, નવી ગાડીની ખરીદી ના કરવી જોઈએ. જો શક્ય હોય તો આ સમયમાં શુકનનો રૂપિયો પણ ના આપવો જોઈએ.

Image Source

નોકરી:
હોળાષ્ટકના દિવસે નવી નોકરી જોઈન ના કરવી જોઈએ. જો આ દરમિયાન જોઈન કરવી જરૂરી હોય તો કોઈ વિદ્વાન પંડિત પાસેથી મુહૂર્ત દેખાડવું જોઈએ બાદમાં જ નોકરી જોઈન કરવી જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.