જ્યોતિષ શાસ્ત્ર

ઘરની અંદર ક્યારેય ના રાખવી આ 6 નકામી વસ્તુઓ, આવી શકે છે જીવનમાં મોટી મુશ્કેલીઓ, વાંચો કઈ વસ્તુઓ છે એ

દરેક માણસ એવું ઈચ્છે કે તેના પરિવાર હંમેશા સુખ સમૃદ્ધિ રહે, કોઈ મુશ્કેલીઓનો સામનો તેને કે તેના પરિવારના સભ્યોએ ના કરવો પડે, જેના માટે થઈને વ્યક્તિ મહેનત પણ કરતો હોય છે સાથે સાથે કેટલાક આદર્શો અને નીતિનિયમોમાં પણ જીવવા માટે જાય છે, છતાં પણ ક્યારેક પરિસ્થિતિ એવી સર્જાય છે કે પરિવારમાં મુશ્કેલીઓ આવી જ ચઢે છે અને આ મુશ્કેલીઓ પાછળનું સાચું કારણ શોધવા માટે પણ વ્યક્તિ અસમર્થ રહે છે.

Image Source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કેટલીક એવી નકામી વસ્તુઓનો સંગ્ર આપણે જાણે અજાણે કરી રાખતા હોઈએ છીએ તેના કારણે જ આ મુશ્કેલીઓ સર્જાય છે. તો આવી કઈ વસ્તુઓ છે એના વિશે આજે અમે તમને જણાવીશું. જો તમારા ઘરમાં પણ આ વસ્તુઓ હોય તો એનો તરત નિકાલ કરજો.

Image Source

તુલસીનો સુક્કો છોડ:
તમારા ઘરમાં રહેલો તુલસીનો છોડ જો સુકાઈ ગયો છે તો તેને તરત જ પાણીની અંદર વહાવી દેવો જોઈએ, કારણ કે જો તમારા ઘરમાં સુક્કા તુલસીનો છોડ હશે તો ઘરની અંદરનું કોઈ સદસ્ય ગંભીર બીમારીમાં પણ સપડાઈ શકે છે. જો થઇ શકે તો સુક્કા છોડને પાણીમાં વહાવતાની સાથે નવો છોડ પણ તરત વાવી દેવો શુભ માનવામાં આવે છે.

Image Source

તૂટેલો કાચ:
ઘરની અંદર ક્યાંક પણ જોપ તૂટેલો કાચ કે અરીસો હોય તો તેને તરત જ બહાર કાઢી નાખવો જોઈએ, તૂટેલો કાચ અને અરીસો ઘરમાં રાખવાથી ઘરની અંદર લડાઈ ઝગડા થાય છે, પરિવારના સભ્યોમાં આંતરિક મતભેદ થતા પણ જોવા મળે છે. માટે ઘરની અંદર કોઈપણ કાચનો સમાન જો તૂટી ગયો હોય કે અરીસો બાંધી ગયો હોય તો તરત તેને બહાર કાઢી નાખવો.

Image Source

ખંડિત મૂર્તિ:
ઘરમાં કોઈ દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે, ખંડિત મૂર્તિ રાખવાથી ઘરના સંબંધોમાં ક્લેશ પેદા થાય છે, પતિ પત્નીના સંબંધોમાં અણબનાવ પણ થતા જોવા મળે છે માટે ઘરની અંદર કોઈ મૂર્તિ ખંડિત થઇ હોય તો તેને કોઈ નદી અથવા નહેરમાં વિસર્જિત કરી દેવી જોઈએ.

Image Source

કરોળિયાના જાળાં:
ઘરની અંદર કરોળિયાના જાળાં હોવા પણ અશુભ છે તેનાથી ઘરની અંદર ઝગડા થાય છે અને ઘરમાં અશાંતિ બનેલી રહે છે માટે જો તમારા ઘરમાં પણ કરોળિયાના જાળાં હોય તો તરત તેને સાફ કરી દેવા.

Image Source

ઘરની ગંદકી:
ઘરની અંદર જો તમે ગંદકી રાખો છો તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નથી આવતી. ઘર પણ એક મંદિર સમાન છે માટે તેને પણ હંમેશા સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ.

Image Source

બંધ ઘડિયાળ:
ઘરની અંદર બંધ ઘડિયાળ પણ ના રાખવું જોઈએ, એવું માનવામાં આવે છે કે જો ઘડિયાળની અંદર બંધ રહેલો સમય પણ માણસના જીવનની પ્રગતિ રોકવાનું કારણ બને છે. એટલે ઘડિયાળને હંમેશા ચાલુ જ રાખવું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.