વાયરલ

આ ચોરની ચોરી કરવાની સ્ટાઇલ જોઈને જ હક્કાબક્કા રહી જશો, સ્પાઈડર મેનની જેમ સડસડાટ ચઢી ગયો ચોથા માળ પર, વીડિયો થયો વાયરલ

દીવાલની ઉપર સ્પાઈડર મેનની જેમ સડસડાટ ચઢી ગયો ચોર, સામેના ઘરમાંથી કોઈએ બનાવ્યો વીડિયો, જોઈને તમે પણ હેરાન રહી જશો…

Thief Viral Video : દેશરભરમાં ચોરીની ઘટનાઓ સતત સામે આવતી રહેતી હોય છે. ઘણી ચોરીની ઘટનાઓ એવી પણ હોય છે જે કેમેરામાં કેદ થઇ જતી હોય છે અને તેમાં ચોર (thief)ની કારીગરી અને ચાલાકી જોઈને પોલીસ પણ હેરાન રહી જતી હોય છે. ત્યારે હાલ એવા જ એક ચોરનો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જે સ્પાઈડર મેનની જેમ દીવાલ ચઢતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં દેખાતા વ્યક્તિની સ્પીડ જોઈને તમે પણ તમારી પોતાની આંખો પર વિશ્વાસ નહીં કરો. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે એક ચોર પાઈપ વડે બિલ્ડિંગ પર ચઢી રહ્યો છે, પરંતુ પછી બિલ્ડિંગની સામે ઊભેલો વ્યક્તિ તેને જોઈ લે છે અને તેની હરકતમાં કેમેરામાં કેદ થઇ જાય છે.

વીડિયોમાં ચોરનો વીડિયો બનાવતી વખતે તે વ્યક્તિ તેને અવાજ આપતો પણ સંભળાય છે. તે વ્યક્તિ તેને બિલ્ડીંગમાં જ રહેવાનું કહે છે, પરંતુ પછી તેની ચોરી પકડાઈ જવાના ડરથી ચોર ખૂબ જ ઝડપથી ઈમારતમાંથી નીચે ઉતરી જાય છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. વીડિયોમાં ચોરના કારનામા જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયો પશ્ચિમ દિલ્હીના કોઈ વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @gharkekalesh નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 53 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં 32 હજાર કરતા વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને જોઈને લોકો તેને સ્પાઈડર મેન ચોર પણ કહી રહ્યા છે.