મનોરંજન

આ 6 ટીવી સ્ક્રીનના આ અભિનેતાઓએ શૉ દરમિયાન જ કર્યો પોતાની પ્રેમિકાને પ્રપોઝ, જાણો પછી શું થયું…

પ્રેમ હોવો અને પ્રેમને ગમતા વ્યક્તિ સમક્ષ અભિવ્યક્ત કરવો, એ બંને ક્ષણો અલગ અલગ હોય છે. ઘણા લોકોને આપણે જોઈએ છે કે પોતાના પ્રેમની અભિવ્યક્તિ જાહેરમાં કોઈ મંચ ઉપર હજારો લોકોની સામે કરે છે. ત્યારે આપણને પણ એમ થાય કે કદાચ હું પણ મારા પ્રેમની અભિવ્યક્તિ આ રીતે કરી શકતો.

Image Source

પરંતુ આપણેને તો આવા નસીબ ભાગ્યે જ મળવાના છે પણ અમે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ટીવી સીરિયલના કેટલાક નામી અભિનેતાઓની જેમને સેટ ઉપર જ પોતાના પ્રિય પાત્રને પોતાના પ્રેમ ઘૂંટણિયે પડી અને વ્યક્ત કર્યો. જેને લખો લોકોએ ટીવી સ્ક્રીન ઉપર નિહાળ્યો.

Image Source

આ રીતે પ્રપોઝ કરનાર અભિનેતાઓ લગ્નના બંધનથી જોડાયા કે નહિ એ તો પછીની વાત છે પરંતુ એમને કરેલો પ્રપોઝ ઘણા દિલના ટાર હચમચાવી ગયો હતો.

Image Source

ચાલો તમને જણાવીએ કે કયા કયા અભિનેતાઓએ પોતાના પ્રેમનો ઇજહાર આ રીતે જાહેરમાં કર્યો હતો.

Image Source

ઋત્વિક ઘંજાની અને આશા નેગી:
“નચ બલિએ” સીઝન6 માં સ્પર્ધક તરીકે આવેલા ઋત્વિકે પોતાની પ્રિયતમા આશા નેગીને સેટ ઉપર જ પ્રપોઝ કર્યો હતો.  જનો આશાએ સ્વીકાર પણ કર્યો. આ કપલ એ સીઝનમાં વિજેતા પણ બન્યું તે છતાં હજુ બંનેએ હજાઉ સુધી લગ્ન નથી કર્યા. બન્ને એકબીજાને 6 વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે. આ બંનેના પ્રેમની શરૂઆત “પવિત્ર રિશ્તા” ટીવી સીરિયલના સેટ ઉપરથી થઇ હતી.

Image Source

શરગુન મહેતા અને રવિ દૂબે:
“નચ બલિએ” સીઝન-5ના સેટ ઉપર રવિ અને શરગુનની જોડી ખુબ જ ચર્ચામાં રહી હતી. રવિએ શો દરમિયાન જ શરગુનને ઘૂંટણિયે પડી અને રોમાન્ટિક અંદાઝમાં પ્રપોઝ કર્યો હતો. ત્યારબાદ બંનેએ લગ્ન પણ કરી લીધા। ટીવી સીરિયલમાં આ જોડીને લોકો સૌથી વધુ પસંદ કરે છે.

Image Source

સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડે:
ફિલ્મ “ધોની”માં ધોનીનો અભિનય કરનારા સુશાંત આજે ઘણા લોકોની પસંદ બની ગયો છે, પરંતુ તેને શરૂઆત નાના પડદાથી કરી હતી. “પવિત્ર રિશ્તા” નામની ધારાવાહિકમાં સુશાંત મુખ્ય અભિનેતા હતો. ત્યારે આ ધારાવાહિકની મુખ્ય અભિનેત્રી અંકિતા લોખંડે સાથે પ્રેમ થઇ ગયો હતો. “ઝલક દિખલાજા” ના સેટ ઉપર સુશાંતે અંકિતા સામે પોતાના પ્રેમની અભિવ્યક્તિ પણ કરી હતી. ત્યારબાદ બંને 6 વર્ષ સુધી લિવ-ઈન-રિલેશનમાં પણ રહ્યા તે છતાં બંનેએ લગ્ન કાર્ય નહીં અને અલગ થઇ ગયા.

Image Source

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ:
“નચ બલિએ-7” ના સેટ ઉપર જ ઉપેન પટેલે કરિશ્મા તન્નાને રિંગ પહેરાવી પોતાના પ્રેમનો ઇજહાર કર્યો હતો. કરિશ્માએ પણ જવાબમાં “આઈ લવ યુ” કહ્યું હતું. આ સમયે કરિશ્માની મા પણ એ સેટ ઉપર હતી અને ઉપેને વિડિઓ કોલ દ્વારા લંડનમાં રહેલા પોતાના પરિવારને જોડ્યો હતો. પરંતુ ઉપેને એક ટ્વીટ દ્વારા એ બંને વચ્ચેના સંબંધો પુરા થયા છે એવી જાહેરાત કરી હતી.

Image Source

સારા ખાન અને અલી મર્ચન્ટ:
બિગબોસ સીઝન-4ના સ્પર્ધક સારા ખાન અને અલી મર્ચન્ટે તો એકબીજા સાથે સીધા સેટ ઉપર જ લગ્ન કરી લીધા હતા. કોઈપણ રિયાલિટી શોના ઇતિહાસમાં આ  પહેલી વખત હતું। પરંતુ લગ્નના 2 મહિના બાદ જ બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ એમના લગ્નનનો મામલો ખુબ જ ગરમાયો. સારા અને અલીએ એક નિવેદન દ્વારા એમ પણ જણાવ્યું કે શો દ્વારા અમને લગ્ન કરવા માટે 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જ્યારે બિગબોસ દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.