મનોરંજન મૂવી રીવ્યુ

દેશ માટે દિમાગથી વિચારવાવાળા દર્શકો માટે બની છે ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’! ફિલ્મ જોવી કે નહિ? રીવ્યુ વાંચી લો

11 જાન્યુઆરીને શુક્રવારના રોજ રિલીઝ થઇ છે ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’. હાલ બોલિવૂડમાં બાયોપીકનું ચલણ ખૂબ જ તેજી સાથે ચાલી રહ્યું છે ત્યારે આ પહેલી વાર બન્યું છે કે કોઈ રાજકીય વ્યક્તિત્વ પર આધારિત ફિલ્મ બની છે એ પણ સત્ય ઘટનાઓ અને તેમના જ નામો સાથે.

‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના મીડિયા એડવાઈઝર સંજય બારુના પુસ્તક પર આધારિત છે. ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ એવા દર્શકો માટે છે જે દેશ માટે મગજથી વિચારે છે. જ્યાં સુધી ફિલ્મના નિર્દેશનનો સવાલ છે, નિર્દેશક પૂરી રીતે સફળ થયા છે એવું લાગે છે.
ફિલ્મમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું પાત્ર ભજવતા અનુપમ ખેરનો અભિનય આબેહૂબ ડૉ. મનમોહન સિંહ જેવો જ લાગે છે. તેમનો અવાજ પણ  ડૉ. મનમોહન સિંહ જેવો જ કાઢીને પાત્રને વધુ મજબૂતીથી રજુ કરવાની કોશિશ કરી છે. સંજય બારુના પાત્રમાં અક્ષય ખન્નાનો અભિનય પણ વખાણવા લાયક છે, આ સિવાય સોનિયા ગાંધીનું પાત્ર ભજવતી સુઝેન બર્નેટની અદાકારી પણ વખાણવા લાયક રહી. બાકીના પાત્રો ભજવતા એક્ટરોનો અભિનય ઠીક જ છે.

આ ફિલ્મમાં કશે પણ ઉલ્લેખ નથી કે ડૉ, મનમોહન સિંહને જીનિયસ કેમ માની લેવામાં આવે. આ ઉપરાંત ફિલ્મ તેમના કાર્યકાળમાં થયેલા ઘોટાળાઓ વિશે વાત નથી કરતી. આ ફિલ્મમાં કઈ રીતે ડૉ. મનમોહન સિંહ રાજકીય ગલિયોમાં ફસાયેલા મજબૂર વ્યક્તિ અને કામ કરવાની ઇચ્છા રાખવા વાળા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે!

ફિલ્મમાં કોઈ પણ ગીત નથી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ પ્રભાવ નથી પાડી શક્યું. જો જાણવું હોય કે રાજકારણનો અસલી રંગ શું છે તો  ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મ એક વાર જરૂર જોવી જોઈએ.

જુઓ મૂવીનું ટ્રેલર:

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..