ધાર્મિક-દુનિયા

હનુમાન દાદા તેમની પત્ની સાથે બિરાજે છે આ મંદિરમાં, વાંચો હનુમાનજીના લગ્ન કરવા પાછળનું કારણ

હનુમાન દાદાને આપણે બાળ બ્રમ્હચારી માનીએ છીએ અને તેમની પૂજા પણ હંમેશા એજ રૂપમાં કરીએ છીએ, પરંતુ કેટલીક કથાઓમાં તેમના વિશે કેટલાક અવનવા પુરાવા પણ મળે છે જેમ કે લંકા દહન બાદ તેમના પરસેવાનું ટીપું દરિયામાં પડતા એક મતસકન્યા દ્વારા તેમના પુત્રનો પણ જન્મ થયો હતો, તો એક બીજી કથા અનુસાર હનુમાનજીને લગ્ન પણ કરવા પડ્યા હતા, અને એક જગ્યાએ તેમનું એક મંદિર પણ આવેલું છે જેમાં હનુમાન દાદા પોતાના પત્ની સાથે બિરાજમાન છે.

Image Source

દુનિયામાં આ પહેલું એવું મંદિર હશે જ્યાં હનુમાનજી પોતાના પત્ની સાથે બિરાજમાન જોવા મળશે, આ મંદિર આવેલું છે તેલગાંણામાં. આ મંદિરમાં હનુમાનજીની તેમના પત્ની સાથે પૂજા થાય છે અને મંદિરમાં મૂર્તિ પણ બંનેની સાથે જ રાખવામાં આવી છે.

Image Source

હનુમાનજીના પત્નીનું નામ હતું સુવર્ચલા અને આ મંદિરમાં હનુમાનજી અને તેમના પત્ની સુવર્ચલાના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે અને હનુમાન દાદા તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે એવું કયું કારણ હતું જેના લીધે હનુમાનજીને લગ્ન કરવા પડ્યા હતા, અને લગ્ન કર્યા હોવા છતાં પણ ક્યાં કારણના લીધે હનુમાનજી બાળ બ્રમ્હચારી તરીકે આજે પણ ઓળખાય છે.

Image Source

આ કથા ઋષિ પરાશર રચિત પરાશર સંહિતામાં મળે છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હનુમાનજી સૂર્યદેવ પાસે વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા હતા. સૂર્યદેવ પાસે 9 પ્રકારની દિવ્ય વિદ્યાઓ હતી જેને હનુમાનજી શીખવા માંગતા હતા. સૂર્યદેવ ક્યાંય ઉભા રહેતા નહીં જેના કારણે હનુમાનજીને પણ સૂર્યદેવ સાથે જ ઉડ્યા કરવું પડતું હતું.

સૂર્યદેવે પાંચ વિદ્ધ્ય તો હનુમાનજીને શીખવી દીધી પરંતુ બાકીની ચાર વિદ્યા શીખવવામાં સૂર્યદેવ સામે ધર્મસંકટ આવીને ઉભો થઇ ગયો, કારણ કે બાકીની ચાર વિદ્યાઓ શીખવા માટે વિવાહિત હોવું જરૂરી હતું અને હનુમાનજી તો બ્રમ્હચર્યનું પાલન કરતા હતા સાથે હનુમાનજીએ 9 વિદ્યા શીખવાનો પ્રણ પણ લઈ લીધો હતો જેના કારણે કોઈપણ પરિસ્થિતિમાં આ 9 વિદ્યા હનુમાનજીને શીખવવી પડે તેમ હતું.

Image Source

સૂર્યદેવ ધર્મની વિરુદ્ધ જઈને તો હનુમાનજીને વિદ્યા શીખવી શકે એમ નહોતા અને હનુમાનજી પણ પોતાનું બ્રમ્હચર્ય તોડી શકે તેમ પણ નહોતા, માટે હનુમાનજીને લગ્ન કરવા માટે મનાવવામાં આવ્યા, પરંતુ હનુમાનજી બ્રહ્મચારી જ રહેવા માંગતા હોવાના કારણે બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ જેવા ત્રિદેવ દ્વારા એક રસ્તો બતાવવામાં આવ્યો, સૂર્યદેવે પોતાની તેજસ્વી શક્તિથી એક દિવ્ય કન્યાને જન્મ આપ્યો જેનું નામ હતું સુવર્ચલા. તે ખુબ જ તેજસ્વી અને તપસ્વી હતી, સૂર્યદેવે હનુમાનજીને કહ્યું કે સુવર્ચલાનું તેજ માત્ર હનુમાનજી જ સહન કરી શકશે અને તેમની સાથે લગ્ન થયા બાદ સુવર્ચલા તપસ્યામાં પાછી લિન થઇ જશે અને હનુમાનજીનું બ્રમ્હચર્ય પણ નહિ તૂટે, જેના કારણે હનુમાનજી લગ્ન માટે રાજી થયા.

સુવર્ચલા સાથે લગ્ન બાદ હનુમાનજીને સૂર્યદેવ તમામ 9 વિદ્યાઓ સંપૂર્ણ રીતે શીખવી શક્યા અને લગ્ન બાદ સુવર્ચલા તપસ્યામાં પણ લિન થઈ ગઈ જેના કારણે હનુમાનજીનું બ્રમ્હચર્ય પણ ના ભંગ થયું.

Image Source

હનુમાનજીનું આ મંદિર તેલંગાણામાં આવેલું છે અને લોકો દૂર દૂરથી તેમના દર્શને આવે છે, એવું પણ કહેવામાં આવે છે કે જો ઘરમાં પતિ પત્ની વચ્ચે કલેશ થતો હોય તો આ મંદિરમાં દર્શન કરવાથી દૂર પણ થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.