ફિલ્મો કરતા વધુ ટેલિવિઝનની સિરિયલો સાથે જોડાણ લાગવું એ ઘણી સામાન્ય વાત છે. રોજ ટેલિવિઝન પર પ્રસારિત થતી સિરિયલ દર્શકોના મગજ પર એક છાપ છડી જાય છે. એવામાં લોકોના મનમાં એ જાણવાની ઉત્સુકતા પણ હોય છે કે પડદા પરની આદર્શ વહુઓ આખરે પડદા પાછળ કેવી હોય છે. ટેલિવિઝનની સફળ વહુઓના તેમના લૂક્સના મામલે, કે ફેમિલી બેકગ્રાઉન્ડના કારણે કે કોઈ બીજા કારણોસર ટોપ પર જ રહેતી હોય છે, ત્યારે આ ટેલિવિઝનની વહુઓ તો ભણવામાં પણ અવ્વલ હતી. કેટલીક તો એવી હતી કે જેને ક્યારેય અભિનયમાં કારકિર્દી બનાવવા વિશે વિચાર્યું પણ ન હતું. તો ચાલો આજે જાણીએ કે આ અભિનેત્રીઓ કેટલું ભણેલી છે –
1. દેવોલિના ભટ્ટાચાર્ય –
View this post on Instagram
ટેલિવિઝન જગતની સાથ નિભાના સાથિયા સિરિયલની ગોપી વહુ તરીકે જાણીતી દેવોલિના ભટ્ટાચાર્યએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીથી જ્વેલરી ડિઝાઈનિંગનો પણ કોર્સ કર્યો છે. તે એક ટ્રેઈન્ડ ભરતનાટ્યમ ડાન્સર પણ છે. તેને પહેલીવાર ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ 2માં જોવામાં આવી હતી. તે છેલ્લે બિગ બોસ 13માં પણ જોવા મળી હતી.
2. સુરભી ચંદના –
View this post on Instagram
સ્ટાર પ્લસના શો ‘ઈશ્કબાજ’માં અનિકાના રોલમાં જોવા મળતી એક્ટ્રેસ સુરભી ચંદના દર્શકોમાં ખૂબ ફેમસ છે. આજકાલ તે સંજીવની શોમાં ડૉ ઈશાની અરોરાનું પાત્ર ભજવી રહી છે. સુરભીએ અથર્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝથી માર્કેટિંગમાં એમબીએ કર્યું છે. તે એક ટ્રેઈન્ડ ભરતનાટ્યમ ડાન્સર પણ છે.
3. દિવ્યંકા ત્રિપાઠી –
View this post on Instagram
સ્ટાર પ્લસ ના શો ‘યે હૈ મહોબ્બતે’ની ઈશીમાથી પ્રસિદ્ધ થયેલી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી અભિનયની સાથે જ અભ્યાસમાં અને એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટીઝમાં પણ અવ્વલ રહી છે. તેણે ગ્રેજ્યુએશન કર્યું છે. આ બાદ દિવ્યંકાએ ઉત્તરકાશીમાં નેહરૂ ઈન્સ્ટીટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાંથી પર્વતારોહણનો કોર્સ કર્યો છે. તેણે રાઈફલ એકેડમીમાંથી રાઈફલ શૂટિંગનો કોર્સ પણ કર્યો છે. રાઇફલ શૂટિંગમાં કેટલાય મેડલ્સ જીતી ચુકેલી દિવ્યંકા ભોપાલની રાઇફલ એકેડમીમાં એક્ઝિક્યુટિવ ઓફિસર પણ રહી ચુકી છે.
4. તેજસ્વી પ્રકાશ –
View this post on Instagram
સ્વરાગિની અને રિશ્તા લિખેંગે હમ નયા સિરિયલની અભિનેત્રી તેજસ્વી પ્રકાશે ખૂબ જ ઓછા સમયમાં દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ટીવીના કોન્ટ્રોવર્સિયલ શો પહરેદાર પિયા કીમાં નજર આવી ચૂકેલી તેજસ્વી પ્રકાશ એક એક્ટ્રેસ બનતા પહેલા એન્જિનિયર હતી. તેણે ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમમાં એન્જિનિયરિંગ કર્યું છે.
5. સુરભી જ્યોતિ –
View this post on Instagram
ઝી ટીવીના શો ‘કુબૂલ હૈ’માં મહત્વની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી સુરભી જ્યોતિને દર્શકો ખૂબ પસંદ કરે છે. સુરભીએ ક્યારેય એક્ટિંગમાં આવવાનું વિચાર્યું નહોતું. તેણે ઈંગ્લિશમાં માસ્ટર્સ કર્યું છે. આ પછી તેનો વિચાર પીએચડી કરવાનો હતો, પણ એ જ સમયે તેને અભિનયમાં આવવાની તક મળી અને તે અભિનેત્રી બની ગઈ.
6. પરિધિ શર્મા –
View this post on Instagram
ટીવી શો ‘જોધા અકબર’માં જોધાનું પાત્ર ભજવણી લોકપ્રિય થયેલી અભિનેત્રી પરિધિ શર્માએ એમબીએની ડિગ્રી મેળવી છે. પોતાનું એમબીએ ખતમ કર્યા પછી તે ટેલિવિઝનમાં પોતાનું નસીબ અજમાવવા માટે મુંબઈ આવી. તેને બાળપણથી જ એક્ટિંગ અને ડાન્સિંગમાં ખૂબ જ રસ હતો. જેથી તેને એમબીએ કર્યા પછી નોકરી કરવાને બદલે અભિનયમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું.
7. દીપિકા સિંહ –
View this post on Instagram
ટીવી શો દીયા ઔર બાતીમાં આઈપીએસ સંઘ્યા રાઠીનો રોલ નિભાવતી એક્ટ્રેસ દીપિકા સિંહ અસલ જીવનમાં પણ હાઈલી ક્વોલિફાઈડ છે. આ સીરિયલમાં પણ તેનો અભ્યાસ પ્રત્યેનો ક્રેઝ જોવા મળતો હતો. દીપિકા સિંહે પંજાબ ટેક્નિકલ યુનિવર્સીટીમાંથી માર્કેટિંગમાં એમબીએ કર્યું છે.
8. હિના ખાન –
View this post on Instagram
યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અક્ષરા અને કસોટી ઝીંદગીની કોમોલિકા એટલે કે હિના ખાન નાના પડદાની સાથે જ મોટા પડદા પર પણ પોતાનો જાદુ વિખેરી રહી છે. જણાવી દઈએ કે હિના ખાને દિલ્હીની ગાર્ગી કોલેજથી એમબીએ કર્યું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.