ખબર

ગાંધીનગર: શિક્ષિકાને ટ્રક ચાલકે કચડી નાખી ધડ અને શરીરના 2 ટૂકડા થઇ ગયા- વાંચો અહેવાલ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે, જેને લોકોએ તંત્રની બેદરકારી અને આળસના કારણે સર્જાયેલી ઘટના ગણાવી છે. વાવોલ રોડ પર થયેલા અકસ્માતમાં શુક્રવારે સવારે એક ટ્રક ચાલકે ટૂ વ્હીલરને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે સ્થાનિક લોકોનો ટોળું આવી ગયું હતું અને પોલીસને પણ જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા શિક્ષિકા સાધનાબહેન ચૌહાણટૂ વ્હીલર પર ગોકુળપુરા સ્થિત ઘરેથી સેક્ટર-23ની એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલે જવા નીકળ્યાં હતાં. એ સમયે રસ્તા પર ગટરના પાણી ભરાયેલા હતા જેનાથી બચવા તેમણે ટૂ વ્હીલર સાઇડમાં લીધું પરંતુ સ્લીપ થતાં તેઓ પડી ગયાં. જેની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી આઇશર ટ્રક તેમની ઉપર ફરી વળી અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તેમના અપર ટ્રક ફરી વળતા તેમના શરીરના 2 ટૂકડા થઈ ગયા હતા.

આ અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અહીં હાજર લોકો ટ્રકનો પીછો કરે એ પહેલા ટ્રક ચાલાક ત્યાંથી ભાગી ગયો હતો. ગાંધીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટના સ્થળે હાજર લોકો બેફામ ડ્રાઈવિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

મૃતક શિક્ષિકાના પતિ ણજિતસિંહ ચૌહાણે ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ સવારે અને સાંજે ઓછા ટ્રાફિકને કારણે ટ્રકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે અને અકસ્માતો સર્જાય છે. જેથી સ્પીડ લિમિટ માટે પણ પગલાં લેવાની માંગ ઉઠી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.