ખબર જીવનશૈલી

માત્ર 23 વર્ષની ઉંમરે ટેક્સી ચાલકની દીકરીએ સર કર્યું વિશ્વનું સૌથી ઊંચું શિખર

ઉત્તરાખંડના પિથૌરાગઢના નાના ગામમાં રહેવાવાળી શીતલ રાજે ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. ગયા વર્ષે શીતલે માત્ર 22 વર્ષની ઉંમરમાં જ કાંચનજંઘા પર્વત પર ચઢાઈ કરવાવાળી સૌથી નાની ઉંમરની મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો, અને હવે શીતલે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉંટ એવરેસ્ટ સર કરીને ઉત્તરાખંડ અને દેશનું નામ રોશન કર્યું છે.

Image Source

બાળપણથી જ પહાડોને પ્રેમ કરનારી શીતલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા ઉમાશંકર ટેક્સી ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. તેની માતા સપના દેવી ગૃહિણી છે. શીતલનો નાનો ભાઈ યોગરાજ દહેરાદૂનથી બીએચએમનો કોર્સ કરી રહ્યો છે અને બીજો ભાઈ ગૌરવ રાજ દિલ્હીમાં ડાન્સિંગનો કોર્સ કરી રહ્યો છે. કાંચનજંઘા સર કર્યા બાદ એક વર્ષથી શીતલ 8848 મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટેની તૈયારીઓ કરી રહી હતી.

Image Source

શીતલે 3 વર્ષની ઉંમરમાં જ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરીને એક નવો મુકામ હાસિલ કર્યો છે. શીતલ બુધવારે રાતે 8000 મિત્રની ઊંચાઈ પર આવેલા કેમ્પ-4થી એવરેસ્ટની ટોચ પર જવા માટે નીકળી હતી. ગુરુવારે સવારે 6 વાગે તે વિશ્વના સૌથી ઊંચા શિખરની ટોચ પર પહોંચી ચુકી હતી. શીતલ 1 મેએ દિલ્હીથી એવરેસ્ટ અભિયાન માટે નીકળી હતી. એ 5 મેએ એવરેસ્ટના બેઝકેમ્પ માટે રવાના થઇ હતી. 15 મે સુધી બેસ કેમ્પમાં કલાઇમ્બિંગનો અભ્યાસ કર્યો. 13 મેએ શીતલ 6300 મીટરની ઊંચાઈ સ્થિત કેમ્પ-2, 14 મેએ 7400 મીટરની ઊંચાઈ પર સ્થિત કેમ્પ-3 અને 15 મેએ 8000 મીટરની ઊંચાઈ પર સ્થિત કેપ-4 પહોંચી. આ જ દિવસે રાતે 9 વાગે એ એવરેસ્ટ સર કરવા નીકળી ગઈ હતી. શીતલના કોચ યોગેશ ગર્બ્યાલે જણાવ્યું કે તેને ગુરુવારની સવારે જ 6 વાગે એવરેસ્ટ સર કરી લીધો હતો.

Image Source

આ દિવસે શીતલના ઘરમાં ઉત્સવનો માહોલ હતો. શીતલે નેપાળના દક્ષિણ ભાગથી ચઢીને ગુરુવારે સવારે 6 વાગે માઉન્ટ એવરેસ્ટમાં ભારતીય ધ્વજ લહેરાવ્યો. કલાઇમ્બિંગ બિયોન્ડ ધ સમિટ અભિયાન 2019 અંતર્ગત વિશ્વના સૌથી ઊંચા શિખર પર શીતલે તિરંગો ફરકાવીને દેશનું નામ રોશન કર્યું છે. શીતલ કેમ્પ-4 પરત આવી ચુકી છે. શીતલ 7 વાર એવરેસ્ટ વિજેતા રહી ચૂકેલા લવરાજ ધર્મશકતુ, નંદાદેવી શિખરને સર કરનાર વિશ્વની પહેલી મહિલા ચંદ્રપ્રભા એટવાલને આદર્શ માને છે. શીતલ પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપે છે, જેઓએ વિષમ પરિસ્થિતિઓમાં પણ તેનો સાથ આપ્યો છે.

Image Source

શીતલે વર્ષ 2013માં 16 વર્ષની ઉંમરે પર્વતારોહણની ટ્રેનિંગ લેવાનું શરુ કર્યું હતું. વર્ષ 2015માં શીતલે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ દાર્જિલિંગથી પર્વતારોહણનો એડવાન્સ કોર્સ કર્યો. વર્ષ 2016માં પર્વતારોહણ સંસ્થા જમ્મુથી એડવાન્સ કોર્સ કર્યો. શીતલે વર્ષ 2014માં 5950 મીટર ઊંચું શિખર ત્રિશુલને સર કર્યું હતું, વર્ષ 2017આ 7075 મિત્ર ઊંચું શિખર સંતોપથ ચઢવામાં પણ સફળતા પ્રાપ્ત કરી અને એ પછી શીતલ સફળતાનાં શિકારો સર કરતી રહી છે. તેને પાછું ફરીને ક્યારેય જોયું નથી. આ માટે અથાગ મહેનત અને કઠોર પરિશ્રમ કરીને હવે એવરેસ્ટ ચઢીને વિશ્વના સર્વશ્રેષ્ઠ પર્વતારોહીઓમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks