અજબગજબ દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

ફક્ત 14 વર્ષની ઉંમરમાં દુનિયાને છોડી ગઈ રસના ગર્લ, મૃત્યુ પહેલા તે પોતાની મૃત્યુનો અંદાજો આવી ગયો હતો

14 વર્ષની ઉંમરે પ્લેન ક્રેશમાં દુનિયા છોડીને ચાલી ગઈ, પુરી સ્ટોરી વાંચીને રુવાડા ઉભા થઇ જશે

જીવનમાં કયારે શું બની જાય છે એ કહી શકાતું નથી. તરુણી સચદેવ સાથે પણ કઈંક આવું જ બન્યું હતું. 14 વર્ષની ઉંમરમાં જ પોતાના જન્મદિવસે જ આ ફાની દુનિયાને અલવિદા કહી ગઈ હતી આ રસના ગર્લ. આપણને યાદ જ હશે રસનાની જાહેરાતમાં આવતી ક્યૂટ છોકરી કે જેને ક્યૂટ અંદાજે કહ્યું હતું ‘આઈ લવ યુ રસના’.

તરુણી સચદેવ રસનાની આ જાહેરાતથી ખૂબ જ પ્રખ્યાત થઇ હતી, અને તેનું નામ પડી ગયું હતું રસના ગર્લ. એ એક ભારતીય મોડેલ અને બાળ અભિનેત્રી હતી, જેનો જન્મ મુંબઈમાં 14 મે 1998ના રોજ થયો હતો અને એ જ દિવસે વર્ષ 2012માં નેપાળમાં એક ફલાઇટ ક્રેશમાં 14 વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી.

તરુણીએ પોતાનો અભ્યાસ મુંબઈથી જ કર્યો હતો. તરુણીના પિતા હરેશ સચદેવ એક ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ છે. તરૂણીની માતા ગીતા સચદેવ પણ તરુણી સાથે જ એ ફલાઇટ ક્રેશમાં મૃત્યુ પામ્યા. ગીતા સચદેવ મુંબઈના ઇસ્કોનનાં રાધા ગોપીનાથ મંદિરની એક ભક્ત મંડળીના સભ્ય હતા.

તરુણી પણ મંદિરના તહેવારોના ઘણા નાટકોમાં ભાગ લેતી હતી. એ 5 વર્ષની ઉંમરે જ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી ચુકી હતી. પોતાના સમયની સૌથી વધુ પૈસા કમાવવાવાળી બાળ કલાકાર તરુણીએ રસના, કોલગેટ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ મોબાઈલ, એલજી, કોફી બાઈટ, ગોલ્ડ વિનર, શક્તિ મસાલા જેવા ઉત્પાદનો માટે ઘણી બધી ટીવી જાહેરાતોમાં કામ કર્યું હતું.

Image Source

તરુણીએ વર્ષ 2004માં આવેલી મલયાલમ ફિલ્મ વેલિનક્ષત્રમથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પર્દાર્પણ કર્યું હતું. તે શાહરુખ ખાનના શો ‘ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ?’માં પણ કોન્ટેસ્ટેન્ટ બનીને આવી હતી. તેને ફિલ્મ ‘પા’માં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું.

Image Source

રસનાની જાહેરાતમાં તે કરિશ્મા કપૂર સાથે જોવા મળી હતી. એ ઇન્ડસ્ટ્રીની સાથી સૌથી વ્યસ્ત બાળકલાકાર માનવામાં આવતી હતી. તરુણી 11 મે 2012ના રોજ પોતાની માતા સાથે નેપાળ યાત્રા પર જઈ રહી હતી. જતા પહેલા તેને પોતાના બધા જ મિત્રોને ગળે લગાવ્યા અને કહ્યું – ‘હું તમને બધાને છેલ્લીવાર મળી રહી છું.’

જો કે એ મજાક કરી રહી હતી. તેના મિત્રોનું કહેવું હતું કે તરુણીએ આ પહેલા તેમને ક્યારેય ગળે નથી લાગ્યા અને કોઈ ટ્રીપ પર જતા પહેલા અલવિદા પણ નથી કહ્યું. છેલ્લીવાર તેને પોતાના મિત્રોને કહ્યું હતું કે જો ઉડાન દરમ્યાન પ્લેન ક્રેશ થઇ જાય છે તો…

Image Source

એ પછી એ પોતાના મિત્રોને આઈ લવ યુ કહીને ચાલી ગઈ હતી. તેના મિત્રોનું માનવું છે કે એનું એ પ્લેનથી જવું એના ભાગ્યમાં લખાયેલું હતું. તરુણી એ ટ્રીપથી કદી પરત ન ફરી. 14 મે 2014ના રોજ જયારે નેપાળના અગ્નિ એર ફલાઇટ સીએચટી પ્લેન ક્રેશ થયું ત્યારે

Image Source

આ પ્લેન પર તે પોતાનાઈ માતા સાથે સવાર હતી અને પ્લેન ક્રેશ થતા જ બંને મૃત્યુ પામ્યા હતા. એ દિવસે તરુણીનો 14મો જન્મદિવસ હતો. બન્યું એમ હતું કે પશ્ચિમી નેપાળમાં 20 સિટર વિમાન લપસીને ક્રેશ થયું હતું, જેમાં સવાર મુસાફરો અને ચાલકદળના 21 લોકોમાંથી 15 લોકો મૃત્યુ પામ્યા હતા અને માત્ર 6 જ મુસાફરો બચ્યા હતા.

મૃત્યુ પામનાર લોકોમાં તરુણી અને તેની માતા ગીતા સચદેવ પણ સામેલ હતા. તેના મૃત્યુથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ઝટકો લાગ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અનુસાર, તરુણી એક ખૂબ જ સારી અભનેત્રી હોવાની સાથે સાથે અભ્યાસમાં પણ ખૂબ જ સારી હતી. તેના જવા પર અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રસનાની જાહેરાતમાં તેની સાથે કામ કરનારી કરિશ્મા કપૂર, ફિલ્મ ‘પા’ના નિર્દેશ આર બાલ્કી, ફિલ્મના ડિરેક્ટર વિનાયન સહિતના ઇન્ડસ્ટ્રીના કલાકારોએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

ફિલ્મ ડિરેક્ટર વિનાયનએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને તરુણીને અમિતાભ બચ્ચન સાથે એક જાહેરાતમાં કામ કરતા જોઈએ હતી અને પછી એજન્સી પાસેથી તેનો નંબર લઈને તેને કોલ કર્યો. જયારે તરૂણીની માટે તરુણીને ફોન આપ્યો ત્યારે તરુણીએ તેમને કહ્યું હતું કે ‘અંકલ, મને ફિલ્મોમાં કામ કરવું છે.’ તેઓએ કહ્યું હતું કે આ ખૂબ જ દુઃખની વાત છે કે તરુણી હવે નથી રહી. વિનાયનએ જ તરુણીને ફિલ્મ વેલ્લીનક્ષત્રમ માટે પસંદ કરી હતી અને પછી પોતાની બીજી ફિલ્મ સત્યમમાં પણ કાસ્ટ કરી હતી.

આ સિવાય તેને બીજી કેટલીક ફિલ્મોમાં અને ટીવી સિરિયલ સસુરાલ સિમર કામાં પણ કામ કર્યું હતું. આજે પણ રસના ગર્લ તરીકે આપણા બધાના દિલમાં જીવિત છે.