ખબર

આધાર કાર્ડ વગર વાળ નહિ કપાય, સરકારે જાહેર કર્યો આદેશ- જલ્દી વાંચો

મોટાભાગે બેંક અને બીજા કામકાજમાં આપણે આધારકાર્ડની જરૂર પડતી સાંભળ્યું છે તો ક્યારે મોબાઈલનું સીમકાર્ડ લેવા કે કોઈ જરૂરી દસ્તાવેજ કરવા માટે આધારકાર્ડની જરૂર પણ આપણને પડી હશે પણ ક્યારેય તમે વિચાર્યું છે કે વાળ કપાવવા માટે પણ આધારકાર્ડની જરૂર પડી શકે છે? હા, આ વાત સાચી છે, હવે લોકોને વાળ કપાવવા માટે પણ આધારકાર્ડની જરૂર પાડવાની છે, તામિલનાડુ સરકાર દ્વારા એક નવો આદેશ બહાર પાડવામાં આવ્યો જે જે અંતર્ગત જે લોકોને વાળ કપાવવા માટે સલૂનમાં જવાનું છે તેમને પોતાનું આધારકાર્ડ પણ સાથે લઈને જવું પડશે, અને આધારકાર્ડ હશે તો જ વાળ કાપી આપવામાં આવશે.

દેશની અંદર કોરોના વાયરસના આંકડાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, તેના કારણે જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ઘણા લાંબા સમય સુધી લોકડાઉન અમલમાં હોવાના કારણે આર્થિકક્ષેત્રે પણ મોટો માર પડી રહ્યો હોવાના કારણે સરકારે કેટલીક છૂટછાટ આપી છે. 1 જૂનથી તામિલનાડુમાં સાલું અને બ્યુટીપાર્લર ખોલી નાખવામાં આવ્યા છે, પરંતુ તામિલનાડુ સરકારે આ સાલું અને બ્યુટીપાર્લરમાં જનારા લોકો માટે આધારકાર્ડ લઈ જવું ફરજીયાત બનાવ્યું છે. સરકાર દ્વારા અલુન અને બ્યુટી પાર્લરને એસોપિ આપી દેવમાં આવ્યા છે.

Image Source

તામિલનાડુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એસોપિ અંતર્ગત કોઈપણ સલૂન 50 ટકાથી બધારે સટાફ સાથે શરૂ નહીં થઇ શકે, સલૂનમાં એસી નહિ ચાલી શકે, સલૂનમાં આવનારા લોકો માટે માસ્ક ફરજીયાત હશે અને તેમને પહેલા જ હાથને સૅનેટાઇઝ કરાવવા પડશે સાથે આરોગ્ય સેતુએપની માહિતી પણ બતાવવી પડશે.

સલૂનમાં આવનાર ગ્રાહકોને ડિસ્પોઝેબલ એપ્રન અને બુટ-ચપ્પલ માટે કવર આપવાનું રહશે. જો કોઈ ગ્રાહકનું બિલ 1 હજાર રૂપિયા ઉપર આવે છે તો તેને 150 રૂપિયા ડિસ્પોઝેબલ એપ્રન અને ચપ્પલના કવરના આપવાના રહશે.

Image Source

તામિલનાડુ સરકાર દ્વારા પહેલા ગ્રામીણ ક્ષેત્રોમાં સલૂન ખોલવાની છૂટ આપી હતી અને હવે સમગ્ર પરદેશમાં સાલું અને બ્યુટી પાર્લર ખોલવાની છૂટ આપી દીધી છે. સાથે જ સલૂનમાં આવનાર ગ્રાહકોને સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન પણ કરવાનું રહેશે. તેમજ 50 ટકા જ ગ્રાહકોને એકસાથે સર્વિસ આપી શકાશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.