મનોરંજન

આ ફેમસ અભિનેત્રીએ પતિના લફરાથી કંટાળીને આત્મહત્યા કરવાની કોશિશ કરી પછી જે થયું…

તમિલની જાણીતી અભિનેત્રી ‘જયશ્રી’ના આત્મહત્યા કરવાની કોશિશથી ઇન્ડસ્ટ્રીમાં હલ્લો મચી ગયો છે. જયશ્રીએ આગળની રાતે સ્લિપિંગ પીલ્સનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેની આત્મહત્યા કરવાની કોશિશ પુરી તમિલ ઇન્ડસ્ટ્રીમાં ફેલાઈ ગઈ છે અને દરેક કોઈ જણાવા માગે છે કે આખરે તેણે આવું પગલું શા માટે લીધું?

Image Source

જયશ્રીની આત્મહત્યાની કોશિશ પછી તેણે પોતાના એક મિત્રને ફોન કર્યો હતો, જેના પછી આ ઘટનાનો ખુલાસો થયો. ફોન આવતા જ તેનો મિત્ર જયશ્રીના ઘરે પહોંચી ગયો અને તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી.

Image Source

આ સિવાય જયશ્રીએ આત્મહત્યા અકરવાની કોશિશ પહેલા એક ઓડિયો ક્લિપ પણ બનાવી હતી જે ખુબ વાયરલ થઇ રહી છે. ક્લિપમાં જયશ્રી પોતાના મિત્રોને ગુડબાય કહી રહી છે અને આવી પરીસ્થિતિમાં પણ પોતાનો તેનો સાથ ન છોડવા પર પોતાના મિત્રોનો આભાર પણ વ્યતિક કરી રહી છે.

Image Source

તેના આ ઓડિયો ક્લિપ પરથી એ સ્પષ્ટ છે કે જયશ્રી ઘણા સમયથી લાચાર અને ડિપ્રેશનમાં હતી. જયશ્રી આગળના અમુક સમયથી પતિ ઈશ્વરને લીધે પણ ચર્ચામાં રહી હતી. તેણે એક ઇન્ટરવ્યૂમાં ઈશ્વરના અભિનેત્રી મહાલક્ષ્મી સાથેના અફેરનો આરોપ પણ લગાવ્યો હતો.

Image Source

આ પૂરો મામલો પોલીસ પાસે ત્યારે પહોંચ્યો જયારે જયશ્રીએ દીકરીની સાથે જોર જબરદસ્તી કરવાનો આરોપ પતિના વિરુદ્ધ દર્જ કરાવ્યો હતો. આ મામલામાં ઈશ્વરની ધરપકડ કરવામાં આવી હતી જોકે તેના પછી ઈશ્વર જામીન પર છૂટી ગયો હતો. જયશ્રીનો આરોપ હતો કે ઈશ્વર તેની દીકરીનું યૌન શોષણ કરતો હતો અને દારૂના નશામાં ધૂત થઈને મારપીટ પણ કરતો હતો.

Image Source

જયશ્રીએ એવું પણ કહ્યું હતું કે ઈશ્વરે તેની પાસેથી લાખો રૂપિયા લીધેલા છે જેને તે પાછા આપવાની ના કહી રહ્યો છે. જ્યારે બીજી તરફ ઈશ્વરે આ બધા આરોપને ખોટા જણાવતા કહ્યું હતું કે જયશ્રી તેના પૈસા પડવાવા માટે આવા આરોપો લગાવી રહી છે.

Image Source

મળેલી જાણકારીના આધારે ઈશ્વરના જામીન પર છૂટવા પર અને મહાલક્ષ્મી સાથેની વધતી જતી નજીકતાને લીધે જયશ્રી ખુબ ચિંતામાં રહેતી હતી અને આવું પગલું ઉઠાવ્યું હતું.

Image Source

જણાવી દઈએ કે ઈશ્વર અને મહાલક્ષ્મી એકસાથે ‘દેવથઈયઈ કંદે’ ધારાવાહિકમાં કામ કરી રહ્યા છે. હાલ જયશ્રી હોસ્પિટલમાં જ ભરતી છે અને તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ