લેખકની કલમે

તમારી પંક્તિને મેં આઝાદ કરી દીધી…વાંચો BRTS માં મળેલા પંક્તિ અને કરણની લવસ્ટોરી. સ્કૂલમાં થયેલા બાળપણના પ્રેમની વર્ષો પછી થયેલી આ મુલાકાત.

તમારી પંક્તિને મેં આઝાદ કરી દીધી.

ઉનાળાની બપોરે અમદાવાદનું ટ્રાફિક લગભગ ઓછું થઈ જતું રસ્તાઓ પ્રમાણમાં શાંત થઈ જતાં હતાં. પોલિટેકનીક રોડ પર આવેલી રોય ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ચોથા માળે આવેલી કાચની ચેમ્બરમાં બેઠેલી પંક્તિ રોયને એ.સી રુમમાં પણ કપાળે પરસેવો વળતો હતો. સોજાઈ ગયેલી આંખો અંને ચહેરા પરના થાકને જોઈને કોઈ પણ અંદાજો લગાવી શકે કે પંક્તિ રોય કેટલાય દિવસોથી સુતી નહી હોય. રોય ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝની મેનેજર પંક્તિ રોય અમદાવાદના જાણીતા બિઝનેસમેન ગુણવંત રોયની દિકરી હતી. પંક્તિ રોય એ રોય ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ફેલાયેલા સામ્રાજ્યની એકમાત્ર વારસ હતી. રોય ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના સ્ટીલથી લઈને ઓટોમોબાઇલ અને કન્સ્ટ્રકશનથી લઈને શેરમાર્કેટ સુધીના દરેક બિઝનેસમાં પંક્તિનું એકચક્રી શાસન ચાલતું હતું. દેખાવે કોઈ પણ ફિલ્મની હિરોઈન કે મોડલને પણ પાછળ પાડી દે એવી પંક્તિ 21 વર્ષની નાની ઉંમરથી જ પિતાના બિઝનેસમાં રસ લેતી થઈ ગઈ હતી. વારસામાં મળેલું રોય્સનું નામ અને અભિમાન બંને પંક્તિમાં ભારોભાર હતાં. બિઝનેસના દાવપેચ,ગજબની નિર્ણયશક્તિ અને છલોછલ ભરેલો આત્મવિશ્વાસ કોઈને પણ વિચારતા કરી શકે એવો હતો. એ જ પંક્તિ રોય આજે વિશાળ ચેમ્બરમાં અસ્વસ્થ બેઠી હતી. દર વર્ષે પાસ થતા સરકારી ટેન્ડર અને કોન્ટ્રાક્ટ રોય ઈન્ડસ્ટ્રીઝના નામે જ હોતા. પોતાના વિશાળ ચેમ્બરમાં બેસીને પંક્તિ રોય ટેન્ડર માટેની દરેક ડિટેલ્સની અપડેટ્સ લઈ રહી હતી.

આ ટેન્ડર માટે પંક્તિએ છેલ્લા એક મહિનાથી ઑફિસના સ્ટાફને ખડેપગે ઉભો રાખ્યો હતો. આ ટેન્ડર પાછળ પંક્તિએ મહેનત,પૈસા અને પાવર બધી જ તાકાત લગાવી હતી. ઈન્ટરકોમથી પોતાની સેક્રેટરી ને સૂચના આપી પંક્તિ પોતાના પિતા સાથે ઘરે જવા નીકળી હતી. ગાડીમાં બેઠેલી પંક્તિનો ચહેરો જોઈને ગુણવંત રોય બરોબર સમજી ગયા હતા કે પંક્તિનો મૂડ નહોતો. પંક્તિ આ એક સરકારી ટેન્ડર જ છે! આ ટેન્ડર ન મળવાથી રોય ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના મહેલની એક કાકરી પણ નહી હલે. તારી ઉમરની છોકરીઓ કોલેજ લાઈફ જીવતી હોય છે. એ ઉમરમાં તું બીઝનેસના દાવપેચ અને ટેન્ડરોની ડિલ કરતી થઈ ગઈ છે. કયારેક તને જોઈને લાગે છે વારસામાં મળેલા આ રોય્સનાં માન અને મોભા પાછળ મેં મારી હસતી,કૂદતી એક માસુમ દિકરીને ખોઈ દીધી છે. થાકેલી પંક્તિને પિતાની ફિલોસોફીમાં કોઈ જ રસ નહોતો. ગાડીમાંથી ઉતરીને પંક્તિ સીધી પોતાના રુમમાં ચાલી ગઈ. પત્નીના મૃત્યુ પછી એકલા હાથે ઉછેર કરેલી દિકરીના જીવનમાં માં ની કમી ગુણવંત રોય કયારેય પૂરી ન કરી શક્યા.

સવાર થતા જ પંક્તિ પોતાના રૂટિન કામો પતાવવા લાગી હતી. સારી એવી ઉઘ લેલાથી પંક્તિ પ્રમાણમાં વધારે સ્વસ્થ અને ફ્રેશ દેખાતી હતી. ગુણવંત રોયને મળી અમુક કાગળો પર સહી કરાવી પંક્તિ ઓફિસ જવા માટે નીકળી હતી. પંક્તિના મનમાં ચાલતા યુદ્ધનો અંદાજો લગાવવો અશ્કય હતો. અચાનક જ રસ્તા પર પંક્તિનીગાડી ખરાબ થઈ ગઈ હતી. દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ અને શાંત રહેવું એ પંક્તિની ખાસિયત હતી.

અમદાવાદના ટ્રાફિકમાં બીજી ગાડી બોલાવીને ત્યાં સુધી રાહ જોવાનું પંક્તિને યોગ્ય ન લાગ્યું એણે સામે આવેલા બીઆરટીએસના સ્ટેન્ડ પર જઈને પોલિટેકનીકની ટિકિટ લઈને બસમાં દાખલ થઈ. સતત સુખ સુવિધાઓમાં જીવેલી પંક્તિ માટે અમદાવાદની આ ગરમી સહન કરવી એ અસહ્ય હતું. બસમાં બધીજ સીટ ભરેલી હતી.કયારેય બસમાં ન બેસવા ટેવાયેલી પંક્તિ માટે આ સ્થિતિ અત્યંત કંટાળાજનક હતી. બસમાં બેઠેલી દરેક વ્યક્તિ પોતાના ફોન અથવા તો બારીની બારે દોડી રહેલા શહેરને જોવામાં વ્યસ્ત હતા. છેલ્લી સીટ પર બેઠેલા એક છોકરાની નજર પંક્તિ પર પડી. ફોર્મલ કપડાં, ખુલ્લા વાળ,સનગ્લાસિસ અને હાથમાં બ્રાન્ડેડ પર્સ લઈને ઉભેલી પંક્તિ નખશિખ બિઝનેસમેન વુમન લાગતી હતી. કેટલી બદલાઈ ગઈ છે પંક્તિ! પોતાની સીટ પરથી ઉભા થઈને એણે પંક્તિને બેસવા કહ્યું કયારેય બીજાની મદદ ન લેનારી પંક્તિ વિચાર કરવા લાગી એના ચહેરાને વાંચતો હોય એ રીતે કહ્યું ડૉન્ટવરી મેડમ તમને મદદ કરનારા બધા જ માણસોને કોઈ સ્વાર્થ નથી હોતો કયારેક કોઈક એમ પણ મદદ કરતું હોય છે. આ વાત સાંભળતા જ પંક્તિને લાગ્યું આ માણસ એના વિશે વધુ પડતું જ જાણે છે. પંક્તિ પાસે બેસવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ફોર્મલ કપડાં, હાથમાં ઓફિસ બેગ જોતા આ વ્યક્તિ કોઈ સામાન્ય નોકરી કરતો હશે પંક્તિ ને એવું લાગ્યું. પોલિટેકનીક આવતા જ પેલો છોકરો અને પંક્તિ સાથે ઉતરવા લાગ્યા બસસ્ટોપ પર ઉતરીને પંક્તિએ કહ્યું થેક્યૂ! માય પ્લેઝર મેમ! દરેક વ્યક્તિ બીઝનેસ ડિલના મહોરાં બનાવવા માટે નથી હોતી. બીઝનેસની દુનિયાની બારે સાચા અને ઈમાનદાર લોકોની પણ દુનિયા છે. આટલું કહીને પેલો છોકરો ત્યાંથી નીકળી ગયો પંક્તિને આ શબ્દો ગમ્યા નહિ પણ આ શબ્દો પંક્તિના મગજમાં કંઈક અસર કરી ગયા હતા. ઓફિસ આવીને પોતાના કામમાં લાગેલી પંક્તિના કાનમાં પેલા શબ્દો હજુ સુધી વાગી રહ્યા હતા.

2વાગતાની સાથે જ ગવરમેન્ટ ઓફિસનો કોન્ફરન્સ હોલ બરાવવા લાગ્યો હતો. સરકારી કર્મચારીથી લઈને અમદાવાદના મોટા મોટા બિઝનેસમેન ભેગા થયા હતા. પંક્તિ પણ પોતાના પી.એ સાથે ત્યાં હાજર હતી. અચાનક જ પંક્તિની નજર પેલા છોકરા પર પડી જેણે સવારે પંક્તિને મદદ કરી હતી. ત્યાં બેઠેલી દરેક વ્યક્તિના ચહેરા પર ચિંતાના ભાવ સપષ્ટ હતાં. લેડીઝ એન્ડ જેન્ટલમેન વર્ષ 2018નું વાર્ષિક કન્સ્ટ્રકશન એન્ડ ડેવલોપમેન્ટનું ટેન્ડર મળે છે માણેક ગ્રુપ ઓફ કંન્સટ્રંકશનને. પંક્તિનું હ્રદય ધબકારો ચૂકી ગયું પોતાના હાથથી એણે લગભગ મુઠ્ઠી વાળી દીધી કંઈક બહુ જ નાનું પંક્તિની અંદર તુટી ગયું. આજુબાજુના લોકોને જોઈને પંક્તિએ બને એટલા સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરી ત્યાંથી નીકળી ગઈ. ગાડીમાં બેસતાની સાથે જ પંક્તિએ દબાવી રાખેલો આટલા વર્ષોનો ભાર , જવાબદારી અને પીડાઓ એકસાથે એની આંખોમાંથી નીકળી ગયા હતાં. ગુણવંત રોયને ખબર પડતા જ એમણે પંક્તિને ફોન કર્યો પણ પંક્તિ કોઈના ફોન ઉપાડવાની પરિસ્થિતિમાં નહોતી. ગાડી લઈને પંક્તિ સીધી ઘરે જઈને પોતાના રુમમાં ચાલી ગઈ હતી.

પંક્તિએ બીજા દિવસે સવારે આંખો ખોલીને જોયું તો ગુણવંત રોય પંક્તિની બાજુમાં બેઠા હતાં. પંક્તિ આ બિઝનેસ છે. જીંદગીથી તદ્દન અલગ અહિયાં દરેક સમયે રમત બદલાય છે, મહોરા બદલાય છે. આજેઆગળ રહેનારા માણસને આવતીકાલે કોઈ ઓળખતું પણ નથી. મેં તને પહેલાં પણ કહ્યું હતું તે તારી જાતને આ બિઝનેસ વુમનના પાજરામાં કેદ કરી નાંખી છે. મારી દીકરીને આ રીતે બંધી બનાવવનો તને કોઈ જ અધિકાર નથી. તું રોય ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝની વારસ છે પણ મારી દીકરીના બદલામાં મારે જો અ કંપની ચલાવવાની હોય તો મારે નથી ચલાવવી આ કંપની. પંક્તિ આઝાદ કર પોતાને દાવપેચ અને રાજનીતિમાંથી. આ બધાથી અલગ એક દુનિયા પણ છે જ્યાં માણસો જીવે છે એકબીજા માટે, એકબીજા સાથે અને કોઈ પણ સ્વાર્થ વગર તમને મદદ કરે છે.આટલું કહીને ગુણવંત રોય ત્યાંથી ચાલ્યા ગયા. પંક્તિને પિતાની વાત પરથી પેલો છોકરો યાદ આવી ગયો.

પોતાના રુમમાંથી તૈયાર થઈને પંક્તિ પોતાના પિતાને મળવા ગઈ પંક્તિના ચહેરા પર બહુ સમય પછી સ્વસ્થતા અને હાસ્ય જોઈને ગુણવંતરોયે ઈશ્વરનો અંભાર માન્યો હતો. રોય મેન્સનમાંથી ગાડી લઈને નીકળેલી પંક્તિએ બીઆરટીએસ સ્ટેન્ડ પાસે જ ગાડી પાર્ક કરીને પોલિટેકનીકની ટિકીટ લઈને બસમાં ચડી લગભગ બસ ખાલી હતી ત્યાં જ એણે જોયું કે પેલો છોકરો એ જ સીટ પર બેઠો હતો.

પંક્તિ એની બાજુમાં જઈને બેઠી હાય! પંક્તિ રોય તમને કોણ નથી ઓળખતું મીસ રોય! હાય આઈ એમ કરણ! થેક્યૂ કરણ મને રિયલાઈઝ કરાવવા માટે કે દુનિયામાં ઈમાનદાર અને સાચા માણસો પણ છે. એમા થેક્યૂ શેનું આઈ નો કે તમારી આ બિઝનેસ વુમનની પર્સનાલિટી પાછળ એક બહુ જ ભોળી અને ઈમાનદાર પંક્તિ પણ જીવે છે. I am impressed કરણ બહુ બધું જાણો છો તમે મારા વિશે.

હા પંક્તિ તારા કરતાં પણ વધારે હું તને ઓળખું છું. કેવી રીતે કરણ? આગળના સ્ટેશન પર કરણ અને પંક્તિ ઉતરી ગયા ત્યાંથી કરણ પંક્તિને લઈને પોતાના ઘરે ગયો. એક બેડરૂમ અને કિચન વાળું એ ઘર એકદમ વ્યવસ્થિત ગોઠવેલું હતું. કરણ પંક્તિને પોતાના રૂમમાં લઈ ગયો. રુમમાં જતાની સાથે જ પંક્તિની આંખો પહોળી થઈ ગઈ. રુમની દિવાલ પર પંક્તિના સ્કૂલ ટાઈમથી લઈને હમણાં સુધીના બધા જ ફોટોગ્રાફ તારીખ પ્રમાણે લગાવેલા હતા. કરણ પંક્તિનો સિનિયર હતો. કરણ અને પંક્તિ દિલ્લીની સ્કૂલમાં સાથે ભણતા હતા. સ્કૂલ ટાઈમથી કરણ પંક્તિને ચાહતો હતો. દિવાલ પર લગાવેલી દરેક નાની નાની ડિટેલ્સ અને ઈન્ટરવ્યૂના કંટિગ્સ એ દિવાલ પર લગાવેલા હતા.કરણે પંક્તિ સામે જોઈને કહ્યું પંક્તિ મેં હંમેશા તારી અંદર રહેલી જીંદગીને જીવતી સતત ધબકતી અને હવાની જેમ મહેસુસ થતી પંક્તિને પ્રેમ કર્યો છે. મારે એ પંક્તિ સાથે જીવવું છે. એ પંક્તિને મળવું છે. પંક્તિની આંખોમાંથી આસું આવી ગયા એ એટલું જ બોલી શકી મારે પણ એ જ પંક્તિને મળવું છે અને કરણે પંક્તિને ગળે લગાવી દીધી અને એણે મનમાં જ કહ્યું ડેડી તમારી પંક્તિને મેં આઝાદ કરી દીધી છે.

ખ્યાતિ ઠક્કર
સફર

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks