ખબર

આખરે લોકરોષ સામે સરકાર ઝૂકી: PUC, હેલ્મેટ અને HSRPની મુદ્દતને લઈને કરી નવી જાહેરાત- જાણો વિગત

નવા ટ્રાફિક નિયમો લાગ્યું કર્યા બાદ લોકોમાં ઘણો જ રોષ જોવા માંડ્યો હતો જેને ધ્યાનમાં રાખીને સરકારે પીયુસી, હેલ્મેટ અને HSRP નંબરપ્લેટની મુદત 15 ઓક્ટોબર સુધી લંબાવી હતી. પરંતુ હાલ તહેવારોનો મોસમ જોઈને સરકારે આ મુદ્દતને વધુ 15 દિવસ સુધી લંબાવીને 31 ઓક્ટોબર સુધી કરી દીધી છે.

Image Source

હાલ તહેવારોનો મોસમ આવી રહયો છે અને એવામાં જો પોલીસ દંડ વસુલ કરવાનું શરૂ કરે તો લોકોનો આક્રોશ વધુ ભભૂકી ઉઠે એના કારણે સરકારે આ મહત્વનો નિર્ણય મુદત પુરી થાય એ પહેલા જ લઈને લોકોને રાહત પુરી પાડી છે.

Image Source

ગુજરાતની છ વિધાનસભા પેટા બેઠકો ઉપર ચૂંટણી પણ થવા જઈ રહી છે તો સત્તાધારી પક્ષને આ નિર્ણયથી ફાયદો થાય એ ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

Image Source

ઉલ્લેખનીય છે કે ટ્રાફિકના નવા નિયમો આવવાના કારણે લોકો પીયુસી, હેલ્મેટ અને HSRP નંબર પ્લેટ માટે જાગૃત થયા છે અને ઘણા લોકોએ જરૂરી તમામ વસ્તુઓ તૈયાર પણ કરી જ લીધી છે, છતાં ક્યાંક પીયુસીની લાંબી લાઈન, હેલ્મેટની અછત અને HSRPના ઘસારાના કારણે આ નિર્ણય સરકાર દ્વારા લઈને પ્રજાને થોડી રાહત ચોક્કસ મળી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.