ખબર મનોરંજન

‘તારક મહેતા’માં જોવા મળશે નવી સોનુ, આ ખૂબસુરત એક્ટ્રેસ ભજવશે પાત્ર- ક્લિક કરીને જુઓ તસ્વીરો

ટેલિવીઝનનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલ તેના પાત્રોને લઈને ઘણી અવઢવ ચાલી રહી છે. શોના ચાહકો લાંબા સમયથી દયાબેનની વાપસીની રાહ જોઈ રહયા છે, તો છેલ્લા થોડા સમયથી ભીડેની દીકરી સોનુનું પાત્ર પણ દેખાઈ રહ્યું ન હતું. એનું કારણ એ હતું કે સોનુનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલીએ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે શો છોડી દીધો હતો. જેથી આ શોના નિર્માતા નવી સોનુની તલાશ કરી રહયા હતા.

 

View this post on Instagram

 

Thankful, Grateful, Blessed! ✨ #Familyofhappy20k

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

માહિતી અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુના પાત્ર માટેની તલાશ પુરી થઇ ચુકી છે. શોમાં સોનુ માધવી ભાભી અને આત્મારામ ભીડેની દીકરી બતાવવામાં આવી છે. સોનુનું પાત્ર ભજવનાર નિધિના શો છોડયા બાદ જ નિર્માતાઓ નવી સોનુની તલાશ કરી રહયા હતા.

આખરે નિર્માતાઓએ સોનુના પાત્ર માટે એક યોગ્ય કલાકાર શોધી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનુના પાત્ર માટે પલક સિધવાની પર પસંદગી ઉતારવામાં આવી છે. આ શો દ્વારા પલક સિધવાની ટેલિવિઝનની દુનિયામાં એક ન્યૂકમર તરીકે એન્ટ્રી કરશે.

પલક સિધવાની આ પહેલા ઘણી એડ ફિલ્મ્સમાં દેખાઈ ચુકી છે. પલક રોનિત રોય અને ટિસ્કા ચોપરા સાથે વેબ સિરીઝ ‘હોસ્ટેજ’માં પણ દેખાઈ ચુકી છે. હવે તે ગોકુલધામમાં સોનુના રૂપમાં એન્ટ્રી કરશે.

જાણકારી અનુસાર, પલક સિદ્ધવાણીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે શૂટિંગ પણ શરુ કરી દીધું છે અને જલ્દી જ એ ટીવી પર જોવા પણ મળશે. જો કે આ વિશે જયારે પલકને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું હતું કે તેમને નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી.

 

View this post on Instagram

 

“I took a deep breath and listened to the old brag of my heart. I am. I am. I am.” PC – @kirti_mandhyan 💝

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અત્યારે સોનુની વાપસીનો પ્લોટ દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં આત્મારામ ભીડે અને માધવી ભીડે પોતાની દીકરી સોનુને પછી લાવવા માટે રત્નાગીરી જવાની તૈયારી કરી રહયા છે. બંને સોનુને સરપ્રાઈઝ આપવા માંગે છે.

 

View this post on Instagram

 

Tell me, when did you last let your heart decide?! ❤

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

નોંધનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ઘણા કલાકારોએ શો છોડ્યો છે. જેમાં સૌથી લોકપ્રિય ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી પણ છે, આ શોમાં 8 વર્ષ સુધી કામ કર્યા બાદ તેને આ શોને અલવીદા કહી દીધું હતું.

 

View this post on Instagram

 

About last night..!❤ #freshers

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

સૌથી લોકપ્રિય પાત્ર દયાબેન એટલે કે દિશા વાંકાણી પણ આ શો છોડી ચુક્યા છે, અને હાલ શોમાં તેમનું પાત્ર ભજવનાર હજુ કોઈ જ આવ્યું નથી.

 

View this post on Instagram

 

Unravel,Unfold. There are so many stories in you yet to be told.❤

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

આ શો છેલ્લા 11 વર્ષોથી ટીવી પર આવી રહ્યો છે અને ચાહકોના દિલમાં આ શો માટે અલગ જ જગ્યા છે. આ શોમાં ઘણા ઉત્તર-ચઢાવ આવ્યા પણ આ શોની લોકપ્રિયતા ઓછી નથી થઇ.

 

View this post on Instagram

 

What good are wings without the courage to fly?! ❤

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks