મનોરંજન

ઇન્કમટેક્સના દરોડા પછી તાસપીએ તોડ્યું મૌન, નામ લીધા વગર જ કંગના પર કટાક્ષ કરતા કરી ટ્વીટ,’એટલી સસ્તી…’

સાઉથ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સફળ અભિનેત્રી તાપસી પન્નુએ એકથી એક હિટ ફિલ્મો આપી છે. તાપસી ફિલ્મોમાં પોતાના અભિનયના સિવાય પોતાના બેબાક મંતવ્યને લીધે પણ જાણવામાં આવે છે. પોતાનો પક્ષ રાખવામાં તાપસી બિલકુલ પણ અચકાતી નથી.

Image Source

અમુક દિસવો પહેલા જ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુના મુંબઈ અને અને પુણે સ્થિત ઘરમાં પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા અને છાપામારી કરી હતી, આ જાંચ આવકવેરા ચોરીની બાબતે કરવામાં આવી હતી. લગભગ ત્રણ દિવસ સુધી તાપસીના ઘરે ચાલેલી તપાસ પછી તાપસીએ પોતાનું મૌન તોડ્યું છે અને આ બાબતે ટ્વીટ કરી છે, ખાસ વાત એ પણ છે કે તાપસીએ આ મુદ્દે નામ લીધા વગર જ કંગના રનૌત પર પણ નિશાનો સાધ્યો છે.

જણાવી દઈએ કે તાપસીના ઘરે થયેલા આવકવેરા વિભાગના દરોડા પછી કંગનાએ તાપસીને ‘ટેક્સ ચોર’ કહ્યું હતું, આ સિવાય કંગના તાપસીને ‘સસ્તી કોપી’ અને બી ગ્રેડ અભિનેત્રી પણ કહી ચુકી છે. એવામાં પોતાનું મૌન તોડતા તાપસીએ કંગનાને નિશાનો બનાવતા ટ્વીટ કર્યું છે.

પોતાની ટ્વીટમાં તાપસીએ કહ્યું કે,”અમારા આદરણીય વિત્ત મંત્રીના આધારે 2013માં થયેલી છાપામારીની યાદો. એટલી સસ્તી પણ નથી”. તાપસીની આવી ટ્વીટથી માનવામાં આવી રહ્યું છે કે તેણે આ ટ્વીટ કંગના માટે કર્યું છે.

તાપસીએ પોતાના મંતવ્યમાં ત્રણ ટ્વીટ કરી છે.પહેલા અને બીજા ટ્વીટમાં તાપસીએ કહ્યું કે,”ત્રણ દિવસોની જાંચ પછી તેઓને ત્રણ વસ્તુઓ મળી છે જેમાં મારા પેરિસ સ્થિત બંગલાની ચાવીઓ, કથિત પાંચ રોડ રૂપિયાની રસીદ જે મને ફસાવવા માટે રાખવામાં આવી હતી, જે પૈસા મેં ક્યારેય લીધા જ નથી. અને ત્રીજા ટ્વીટમાં તાપસીએ નામ લીધા વગર જ કંગના પર કટાક્ષ કર્યું હતું.