ખબર મનોરંજન

લોકડાઉનમાં આ હિરોઈન પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ, દાદીનું નિધન થતા ખરાબ હાલત થઇ ગઈ

સાઉથની અભિનેત્રી પણ બોલીવુડમાં ધૂમ મચાવનાર તાપસી પન્નૂ પર લોકડાઉનની વચ્ચે મુસીબતોનો પહાડ તુટી પડ્યો છે. તેણીના દાદીમાં નું નિધન થતા તાપસી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આપી છે.

અભિનેત્રી તાપસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દાદીની એક તસવીર મૂકી છે, જેમાં ગુરુદ્વારામાં પૂજા સ્થળની નજીક તાપસીની દાદીનો ફોટો જોઈ શકાય છે. આ તસ્વીરને શૅર કરતાં તાપસીએ લખ્યું કે, મારી બીજી આજે ચાલી ગઈ. અમારી અંદર એક ખાલીપણું છોડીને.
તમે હંમેશા મારા દિલમાં રહેશો..બીજી. તાપસી દ્વારા શૅર કરવામાં આવેલા આ પોસ્ટ પર તેના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા અનેક લોકોએ તેમની દાદીની આત્માની શાંતિની કામના કરી છે અને તેમના પરિવારને સાંત્વના આપી છે.

તમને જણાવી દઈએ કે તાપસીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત તેલુગૂ ફિલ્મોથી કરી હતી. કોમેડી ફિલ્મ ચશ્મે બદ્દૂરથી તેણે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી મારી. પછી તો તાપસીએ એક પછી એક ફિલ્મો કરી જેમાં પિન્ક, બદલા, મુલ્ક અને થપ્પડ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, એક્ટ્રેસ તાપસી પન્નૂ હાલ મુંબઈમાં રહે છે અને પોતાની બહેનની સાથે રહે છે. લૉકડાઉન અને હાલની સ્થિતિના જોતા તે દાદીને અંતિમ વિદાય આપવા ન જઈ શકી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાપસી પોતાની દાદીની ખૂબ નિકટ હતી અને તેમના નિધનથી તાપસીને ઘેરો આઘાત પહોંચ્યો છે.

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે બધા જ લોકોઘરમાં રહીને તેના પરિવાર સાથે ક્વોલિટી સમય પસાર કરી રહ્યા છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ તેમાં જોડાયેલા છે. આજકાલ બધા જ બૉલીવુડ સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. સેલેબ્સ ઘરમાં રહીને તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં જોડાયેલા રહે છે.

હાલમાં જ બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ સેલ્ફ આઇસોલેશનમાં હોય હોય ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. હાલમાં જ તાપસીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેને લોકડાઉન લાઈફથી જોડાયેલા એક હિસ્સો શેર કર્યો હતો. આ વીડિયોમાં તમે સાંભળી શકો છો કે તાપસીના રૂમનું એસી ખરાબ થઇ ગયું છે અને લીક કરી રહ્યું છે.

આ વિડીયોમાં તાપસીએ કહ્યું હતું કે, જ્યારે તમારું એ.સી.કામ કરવાનું બંધ કરી દે અને ઘરે રીપેર કરવાવાળાને પણ મંજૂરી ના મળે ત્યારે તમે શું કરશો ? જુઓ, એ.સી. લિક થાય છે. તાપ્સી આ દરમિયાન તેના પલંગ પર સુતેલી જોવા મળે છે. કેમેરા તરફ બોલતી જોવા મળે છે. કેમેરામાં તે બતાવે છે કે એ.સી. જ્યાંથી લીક થઈ રહી છે. વીડિયોમાં તે જણાવે છે કે મિત્રો સ્ટ્રગલ એકદમ વાસ્તવિક છે.

લોકડાઉનની વચ્ચે તાપ્સી પન્નુ વીડિયો અને ફોટાના રૂપમાં ફેન્સ સાથે સાથે કેટલીક જૂની યાદોને શેર કરી રહી છે. તાજેતરમાં જ તેણે તેની રિલેશનશિપને ઓફિશિયલ બનાવી હતી. તાપસીએ જણાવ્યું હતું કે, તે બેડમિંટન ખેલાડીમૈથિયસ બોઇને ડેટ કરી રહી છે. અને તેનો પરિવારને પણ આ અંગે જાણ કરી છે.

તાપસી છેલ્લે અનુભવ સિંહાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘થપ્પડ’માં નજરે આવી હતી. આ ફિલ્મને દર્શકો તરફથી ઠીકઠાક પ્રતિક્રિયા મળી હતી. ફિલ્મમાં તાપસી સીવ્યા માનવ કૌલ, રત્નાપાઠક શાહ, દિયા મિર્ઝા લીડ રોલમાં હતા. આ મીઠ્ઠું અને હસીન દિલરૂબામાં નજરે આવી હતી.