જાણવા જેવું હેલ્થ

પુરુષોમાં કૈંસરના શરૂઆતના સંકેત છે આ 10 લક્ષણ, રહો સાવધાન

ભારતમાં કૈંસર જેવી જાનલેવા બીમારીને લીધે લાખો લોકોની મૃત્યુ થાય છે. ભારતીય પુરુષોમાં મોટાભાગે મોઢા, જીભ, ફેફસા, પ્રોસ્ટેટ વગેરે જેવા કૈંસર મુખ્ય રૂપે જોવા મળે છે. કૈંસરની બીમારીની શરૂઆતના સમયમાં જ જાણ થઇ જવા પર તેનો સહેલાઈથી ઈલાજ થઇ શકે છે. પણ શરૂઆતના સમયમાં કૈંસરના લક્ષણો કે સંકેતો ખુબ સામાન્ય હોય છે માટે તેને અવગણી નાખવામાં આવતા હોય છે.

Image Source

એવામાં કૈંસર ધીમે ધીમે ફેલાવા લાગે છે અને તેનો ઈલાજ કરવો પણ મુશ્કીલ બની જાય છે. અમુક એવા કૈંસર પણ છે જે માત્ર પુરુષોમાં જ જોવા મળે છે, અથવા તો તે મહિલાઓંની તુલનામાં પુરુષોમાં વધારે જોવા મળે છે. જ્યારે શરીરમાં કૈંસરના કોષ ઉદ્દભવે છે ત્યારે શરીરમાં અમુક લક્ષણો પણ દેખાવા લાગે છે. આજે અમે તમને આ જ લક્ષણો વિશે જણાવીશું જેથી તમે પણ તેની અવગણનાં કર્યા વગર સહેલાઈથી ઈલાજ કરી શકો.

1. આંતરડામાં સમસ્યા:

Image Source

આંતરડામાં સમસ્યા થવી કોઈ મોટી વાત નથી પણ લગાતાર આસમસ્યા રહે છે તો તમને કોલેન કે કોલોરેક્ટલ કૈંસરના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. ડાયરિયા અને અપચાની સમસ્યા આ લક્ષણને દર્શાવે છે. જેને લીધે પેટમાં ગેસ અને પેટમાં દુખાવાની સમસ્યા પણ થઇ શકે છે.

2. લોહીનું વહેવું:

Image Source

લગાતાર લોહીનું વહેવું પણ કૈંસર જેવી બીમારીના જ લક્ષણ છે. જો કૈંસરની સંભાવના છે તો તેને લીધે લોહી મળાશય દ્વારા બહાર નીકળે છે, જે કૉલેન કૈંસરનું લક્ષણ છે. જો કે આ સમસ્યા 50 ની ઉમર પછી થાય છે, પણ હાલની જીવનશૈલીને લીધે આ સમસ્યા કોઈપણ ઉંમરે થવાની સંભાવના છે.

3. મૂત્રાશયમાં બદલાવ:

Image Source

મૂત્ર ત્યાગ કરવાના સમયે જો પીડા થાય છે કે પછી યુરીનમાં લોહી પણ આવે છે તો તે પ્રોસ્ટેટ કૈંસર અથવા ડિમ્બગ્રંથિ કૈંસરના લક્ષણ હોઈ શકે છે. યુરિન પર અસંયમ ન રાખી શકવો પણ કૈંસરના સંકેત દર્શાવે છે.

4. ટેસ્ટિકલ્સમાં બદલાવ:

Image Source

ટેસ્ટિકલ્સનું બદલવું, ટેસ્ટીકુલર કૈંસર સંકેત હોઈ શકે છે. જો તમારા ટેસ્ટિકલ્સનો આકાર વધી રહ્યો છે તો તેને અવગણશો નહીં. ટેસ્ટિક્યુલર કૈંસર મોટાભાગે 20 થી 39 વર્ષની ઉંમરમાં થાય છે.

5. પીઠમાં દર્દ હોવું:

Image Source

વધારે પડતા કામ કે ખુરશી પર ખોટી રીતથી બેસવાથી પીઠમાં દર્દ થવું સામાન્ય વાત છે, પણ લગાતાર પીઠમાં દર્દ થઇ રહ્યું છે તો તે કોલોરેક્ટલ કે પ્રોસ્ટેટ કૈંસરનું કારણ હોઈ શકે છે. કમરની આસપાસની માંસપેશીઓમાં પણ દર્દ થઇ શકે છે.

6. વજન ઓછું થઇ જવું:

Image Source

જો કોઈ કારણ વગર જ તમારું વજન અચાનક ઓછું થઇ રહ્યું છે તો તે કૈંસરના શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. કોઈપણ પ્રકારના પ્રયત્ન વગર જ વજન 10 પૌન્ડથી ઓછું થઇ જાય તો તેને કૈંસરના શરૂઆતના લક્ષણ સ્વરૂપે લઇ શકાય છે.

7. લગાતાર ઉધરસ આવવી:

Image Source

કોલ્ડ અને ફલૂના સિવાય ધુમ્રપાન કરનારાઓને વધારે માત્રામાં ઉધરસ આવે છે. પણ જો કોઈ કારણ વગર જ ઉધરસ આવે તો તે ફેફસાના કૈંસરના શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. જો ઉધરસની સાથે લોહી પણ નીકળે તો તે ગંભીર બાબત હોઈ શકે છે.

8. થાક લાગવો:

Image Source

કોઈકામ વગર જ શરીર થાકેલું લાગે તો તે કૈંસરના શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. કૈંસરની ફરિયાદ થવા પર દર્દી કોઈ કારણ વગર જ થાક અનુભવે છે, ઘણીવાર તો આવી સ્થિતિમાં હાથ-પગ કામ કરવા લાયક પણ નથી રહેતા.

9. તાવ આવવો:

Image Source

કૈંસરને લીધે શરીરની રોગપ્રિકાતક શક્તિ કમજોર થઇ જાય છે, જેને લીધે શરીર બીમારીઓ સામે રક્ષણ નથી મેળવી  શકતું અને લગાતાર તાવ આવવાની ફરિયાદ રહે છે. બ્લડ કૈંસર, લ્યુકીમિયા વગેરેમાં તાવ આવવાના લક્ષણો જોવા મળે છે.

10. ત્વચામાં પરિવર્તન આવવું:

Image Source

ત્વચામાં અસામાન્ય રૂપથી પરિવર્તન થવું પણ કૈંસરના શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિની ત્વચા કાળી પડવા લાગી છે તો તે કૈંસર થવાનો સંકેત હોઈ શકે છે. ત્વચાનું લીલું પડવું પણ કૈંસરના શરૂઆતના લક્ષણ હોઈ શકે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.