ગઈકાલે મુંબઈના એક ક્લબમાં મોડી રાત્રે મુંબઈ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેની અંદર કોરોના નિયમોનું ઉલ્લઘન કરતા કેટલાક ફિલ્મી સિતારાઓ સાથે ક્રિકેટરોના નામ પણ આવ્યા હતા, જેમાં ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા, સમેત 34 લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં જ એક અભિનેતા હૃતિક રોશનની પત્ની સુજૈન ખાનનું પણ નામ સામે આવ્યું હતું. હવે આ મામલામાં સુજૈન ખાન દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર સફાઈ આપવામાં આવી છે.

સુજૈન ખાને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું છે કે “આ ખબરમાં સહેજ પણ હકીકત નથી. હું એક મિત્રની પાર્ટીમાં ગઈ હતી. જ્યાં કેટલાક કારણોના લીધી પોલીસે મને 3 કલાક સુધી રાહ જોવડાવી પરંતુ મારી ધરપકડ નથી કરવામાં આવી. વાયરલ થઇ રહેલી ખબરમાં થોડી પણ હકીકત નથી.”
View this post on Instagram
તો બીજી તરફ સુરેશ રૈનાની ધરપકડને લઈને પણ તેમની ટીમ તરફથી સફાઈ આપવામાં આવી છે. તેની ટીમ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે સુરેશ રૈના શૂટિંગ માટે મુંબઈ આવ્યો હતો અને તેને કોવિડ-19ના પ્રોટોકોલ વિશે કોઈ જ જાણકારી નહોતી. રૈના મોડી રાત સુધી શૂટિંગમાં હતો અને ત્યારબાદ મિત્રો સાથે પાર્ટીમાં ગયો હતો.

વધુમાં ટીમ તરફથી જણાવવામાં આવ્યું કે રૈનાને એક મિત્રએ આમંત્રણ આપ્યું હતું. રૈનાને પ્રોટોકોલ વિશે ખબર ના હોવાના કારણે તેનાથી ભૂલમાં ભૂલ થઇ ગઈ છે. રૈનાને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને હવે આગળથી તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા બધા જ નિયમોનું પાલન કરશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રદેશમાં વધતા જતા કોરોનાના મામલાને જોતા લોકડાઉનના નવા નિયમો લાગુ કર્યા છે. નવા નિયમ અનુસાર હવે રાત્રે 11 વાગ્યા પછી કોઈપણ પાર્ટી નથી કરવામાં આવતી. તો આ સમગ્ર મામલામાં પોલીસે રૈના સમેત બીજા અન્ય લોકો ઉપર અલગ અલગ ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.