બૉલીવુડ ડિવા અને પૂર્વ મિસ યુનિવેટ્સ સુષ્મિતા સેને 19 નવેમ્બરે તેનો 44મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસે બૉલીવુડ સેલેબ્સ અને ફેન્સે સુષ્મિતાને બર્થડે વિશ કર્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે એક શખ્સની બર્થડે વિષ સૌથી વધુ ચર્ચામાં રહી હતી. આ શખ્સ બીજું કોઈ નહીં પરંતુ સુષ્મિતા સેનનો બોયફ્રેન્ડ રોહમન શોલ હતો.’
View this post on Instagram
રોહમન શોલે એક રોમેન્ટિક્સ અંદાજમાં પોસ્ટ શેર કરી બર્થડે વિશ કર્યું હતું. રોહમને સુસ્મિતા સેનની તસ્વીર શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, ‘જેવી રીતે ઉગતો સૂરજ બધાની જિંદગીમાં અજવાળું લાવે છે તેવી જ રીતે તું મારો પ્રેમ અનમારી જિંદગીમાં રોશની લઈને આવી છે. સાચું કહું તો આ ખાસ દિવસે હું તારા માટે લાંબી-લાંબી વાત લખવા માંગતો હતો. પરંતુ સાંભળ જયારે હું તારા વિષે વિચારવા લાગુ છું ત્યારે તારામાં ખોવાઈ જાવ છું. હજુ નિશબ્દ થઇ જાવ છું જયારે મેં તને પહેલી વાર જોઈ હતી તેવી જ રીતે આ તસ્વીર ક્લિક કરતા સમયે હતો.’ સુષ્મિતા સેનને સરપ્રાઈઝ પણ આપી હતી. જેના વિડીયો અને તસ્વીર સોશિલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
સુષ્મિતાને તેની પુત્રીઓ અને બોયફ્રેન્ડે મળીને એક સરપ્રાઈઝ પાર્ટી કરી હતી. સુષ્મિતા સેનને તેના બર્થડે પર તેના બોયફ્રેન્ડ અને તેની દીકરીઓએ મળીને આખી ટેરેસ દુલહનની જેમ સજાવી દીધી હતી. જેને જોઈને એક્ટ્રેસ ભાવુક થઇ ગઈ હતી. આ વાતનો અંદાજો સુષ્મિતા સેનને બિલકુલ ના હતો.
View this post on Instagram
કારણકે ઘરના બધા લોકો બહુ સારી રીતે એક્ટિંગ કરતા હતા. લાઇટથી ડેકોરેશન કરેલી અગાસીમાં વચ્ચે એક ટેન્ટ લગાડવામાં આવ્યો હતો. જેમાં ઘણા બધા ફુગ્ગા અને કેક રાખવામાં આવી હતી. સુષ્મિતા સેને તેનો બર્થડેનું વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
જણાવી દઈએ કે, 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ તેને નામ કર્યો હતો. ત્યારબાદ સુષ્મિતા સેને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. સુષ્મિતાએ તેની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. સુષ્મિતા સેનને તેને બૉલીવુડ કરિયરની શરૂઆત 1996માં આવેલી ફિલ્મ ‘દસ્તક’ થી કરી હતી. છેલ્લા ઘણા સમયથી સુષ્મિતા સેન મોટા પડદાથી દૂર થઇ ગઈ છે.
View this post on Instagram
હાલ સુષ્મિતા સેન તેના 15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શોલને ડેટ કરી રહી છે.બન્ને છેલ્લા ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સુષ્મિતા રોહમન શોલ સાથેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. ઘણી તસ્વીરમાં તેની દીકરીઓ પણ નજરે ચડે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.