કોરોનાના 11 દર્દીને ઠીક કરનાર મહિલા ડોક્ટરનો દાવો, વાયરસથી બચવા માટે અપનાવ્યો આ ઉપાય

0

હાલ કોરોના વાયરસે હાહાકાર મકહવી દીધો છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 3લાખથી લોકો વધુ ભરડામાં આવી ચુક્યા છે. અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત નિપજ્યા છે. કોરોનાની સામે લડવા માટે વડાપ્રધાન MODI દ્વારા સમગ્ર દેશને 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવાનો આદેશ કર્યો છે. આ કોરોના વાયરસને લઈને હજુ સુધી કોઈ વેક્સીનની શોધ નથી થઇ. પરંતુ આ વચ્ચે ભારતની એક મહિલા ડોકટરે દાવો કર્યો છે. આ મહિલા ડોકટરે દાવો કર્યો છે કે, તેને કોરોનથી સંક્રમિત થયેલા 11 લોકોને ઠીક કરી દીધા છે.

Image Source

એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં સુશીલા કટારીયાએ કહ્યું હતું કે, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કોરોનથી સંક્રમિત થયેલા 14 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ સુશીલાએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 11 લોકોને ઠીક કરી દીધા છે. આ બધા જ દર્દીઓ 4 માર્ચના દાખલ કરવામ આવ્યા હતા લગભગ 20 દિવસથી અમારી સાથે છે. કોરોના વાયરસને લઈને કહ્યું હતું કે, અમેપણ શીખી રહ્યા છે, નવો મુકામ હાંસિલ કરી રહ્યા છે. આ વાયરસનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. આ બધા માટે નવું છે. ડોક્ટરોએ કહ્યું હતું કે મહામારી આખા દેશમાં દુનિયાની જેમ નહિ ફેલાઈ.

Image Source

જણાવી દઈએ કે, આ બધા જ દર્દીઓ ઇટલીના હતા અને રાજસ્થાન ફરવા આવ્યા હતા. ડોક્ટર સુશીલાએ જણાવ્યું હતું કે, તેની ટીમે કોરોનથી સંક્રમિત થયેલા લોકો પર ઘણી દવાઓનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોમાં ડોક્ટરોના અનુભવના હિસાબથી આ દર્દીઓનો ઈલાજ કર્યો હતો. જે દર્દીને મામૂલી લક્ષણ હતા તે દર્દીનેમલ્ટી વિટામિન આપવામાં આવ્યું હતું. આ સિવાય જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હતી અથવા તાવ હતો તે લોકોને એન્ટી વાયરલ દવાઓ આપવામાં આવી હતી.

સુશીલાએ વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મિ આ લડાઈમાં લડી રહ્યા છે. પરંતુ સૌથી મોટી લડાઈએ તો લોકોએ ઘરમાં રહીને લડવાની છે. સુશીલાનું કહેવું છે કે, આઇસોલેશન અને સોશિયલ ડિસ્ટેંસીન્ગ આ વાયરસને માત આપી શકે છે.

આ સાથે જ જણાવ્યું હતું કે, આગળના 15 દિવસ નક્કી કરશે કે, આ વાયરસ વિરુદ્ધની લડાઈમાં હારી ગયા કે જીતી ગયા. આ સાથે જ સુશીલાએ વધુમાં કહ્યું હતું કે, તમારે ખુદને તમારા ઘર સુધી સીમિત કરવા પડશે. આ મહામારીનું ભારતમાં સુ સ્વરૂપ હશે તો ભારતના લોકોના વ્યવહાર પરથી જ નક્કી કરવામાં આવશે.

Image Source

ભારત સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, જરૂરી કામ સિવાય ઘરની બહાર ના નીકળો કારણકે આ એક માત્ર ઉપાય છે જેનાથી વાયરસને રોકી શકાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.