ફિલ્મી દુનિયા

સુશાંતની યાદમાં આંખ ભીની થઇ જાય એવું શાનદાર પેઇન્ટિંગ બનાવ્યું તેના ચાહકે, થઇ રહ્યું છે વાયરલ

સુશાંતની આત્મહત્યાને 15 દિવસ કરતા વધુ સમય વીત્યો હોવા છતાં પણ તે આજે આપણી વચ્ચે નથી એવો વિશ્વાસ કરવો મુશ્કેલ છે, તેના ચાહકો અને તેના પરિવારજનોને સુશાંતની ખોટ અનુભવાઈ રહી છે. સુશાંત ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા હતો સાથે પડદાની બહારની દુનિયામાં પણ ચાહકોના દિલ જીતતો હતો. પરંતુ આજે આફસોસ તે આપણી વચ્ચે નથી.

Image Source

સુશાંતના અવસાન બાદ તેના ઘણા ચાહકોએ તેના જૂનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે અને તે ઘણા જ વાયરલ પણ થયા છે એ બધા વચ્ચે જ સુશાંતના એક ચાહકે સુશાંતનુ એક પેઇન્ટિંગ શેર કર્યું છે તે જોઈને કોઈની પણ આંખ ભીની થઇ શકે છે. આ પઈંટિંગ પણ સોશિલય મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

Image Source

સુશાંતની આ પેઇન્ટિંગ તેના ચાહકે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે જની અંદર સુશાંત તેની માતાના ખોળામાં માથું મૂકી અને સુઈ રહ્યો છે. આ સાથે જ તેના ચાહકે લખ્યું છે કે: “બધું જ વેરવિખેર થવા લાગે છે, મને મારી માતાના ખોળામાં શાંતિ મળે છે. મારા દ્વારા સુશાંત ઉપર બનાવાયેલી આ છેલ્લી પેઇન્ટિંગ છે.RIP”

 

View this post on Instagram

 

A post shared by Sritam Banerjee (@sritambanerjeeofficial) on

સુશાંતના મૃત્યુ બાદ તેના પરિવારે પણ એક નોટ લખીને શેર કરી છે. આ નોટની અંદર સુશાંત વિષે લખવામાં આવ્યું છે કે તે કેટલો ઉત્સાહી, વાતચીત કરવા વાળો અને અવિશ્વસનીય હતો. તે દરેક વસ્તુ માટે જિજ્ઞાસુ હતો. તે સપના જોતો હતો અને તેનો પીછો કરતો હતો. તે ઉદારતા સાથે હસતો હતો. તે પરિવાર માટે ગર્વ અને પ્રેરણાત્મક હતો. અમે એ સ્વીકાર નથી કરી શકતા કે હવે અમે સુશાંતનુ હસવું નહિ સાંભળી શકીએ, તેના નુકશાને હંમેશા માટે પરિવારમાં એક ખાલીપણું કરી દીધું છે જે ક્યારેય ભરાઈ નહિ શકે. આ સાથે જ સુશાંતના ચાહકોના પ્રેમ માટે આભાર પણ વ્યક્ત કર્યો છે.

સુશાંતના પરિવારે એવો નિર્ણય પણ કર્યો છે કે તેના નામથી “સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન” બનાવવામાં આવશે, તેના દ્વારા સુશાંતના દિલની નજીક વાળી વસ્તુઓ જેવું કે સિનેમા, સાયન્સ અને સપોર્ટ સાથે જોડાવવા વાળા યુવા ટેલેન્ટને સપોર્ટ કરવામાં આવશે. એટલું જ નહિ, પટનાના રાજીવ નગરમાં સ્થિત સુશાંતના બાળપણ ઘરને મેમોરિયલમાં બદલવામાં આવશે. ત્યાં તેના ચાહકો માટે દિવંગત અભિનેતાની પર્સનલ વસ્તુઓ રાખવામાં આવશે. જેમાં હજારો પુસ્તકો, તેમનું ટેલિસ્કોપ, ફ્લેટ સિમ્યુલેટર વગેરે સામેલ છે. હવે સુશાંતના પરિવાર ધ્વરા જ તેના ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર અને ફેસબુક પેજને પણ મેન્ટેન કરવામાં આવશે જેના ધ્વરા તેની યાદોને જીવતી રાખી શકાય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.