ખબર ફિલ્મી દુનિયા

સુશાંતસિંહના મૃત્યુ પછી હજુ એક પરિવારના વ્યક્તિનું થયું નિંધન, જાણો વિગત

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપુતના પિતરાઈ ભાઈ અને બિહારના સુપૌલ જિલ્લાના છાતાપૂરના ભાજપના ધારાસભ્ય નીરજ સિંહ બબલુને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નીરજ સિંહને પટનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Image source

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બુધવારે સાંજે તેને છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. બાદમાં મોડી રાતે તેને પટના લઇ જવામાં આવ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે, હાલ તો તેની તબિયત સુધારા પર છે.

Image source

ભાજપના ધારાસભ્યની કચેરી તરફથી પણ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે.કહેવામાં આવ્યું હતું કે બુધવારે છાતાપૂર વિધાનસભાની માધોપુર પંચાયતમાં જનસંપર્ક કરતી વખતે તેમને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. સ્થાનિક ડોક્ટર દ્વારા તેમને પટના રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

Image source

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ તે સુશાંતના પિતા સાથે મુંબઇ પણ ગયો હતો આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી નીતીશને કરી હતી.

Image source

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી છાતાપૂર વિધાનસભામાંથી નીરજસિંહ બબલુને ઉમેદવાર બનાવ્યા છે. તે પોતાના મત ક્ષેત્રમાં જોરદાર પ્રચાર કરવામાં વ્યસ્ત છે. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર, બીજા તબક્કામાં 3 નવેમ્બરે 94 બેઠકો પર અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરના રોજ 78 બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 10 નવેમ્બરના રોજ થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

સુશાંતસિંહ રાજપૂતની ભાભી એટલે કે ધારાસભ્ય નીરજસિંહ બબલુની પત્ની નૂતન સિંહ પણ એમ.એલ.સી. છે. સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળે તે માટેની ઝુંબેશમાં પણ તે વ્યસ્ત હતી. સુશાંત સિંહ રાજપૂતની ભાભી નૂતન સિંહે ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના એક્ટરને તેના પરિવાર સાથે તણાવ પૂર્ણ સંબંધના દાવાને નકારી કાઢ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.