ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતનો કેસ CBIને ટ્રાન્સફર થતા જ અક્ષય કુમારે કહી આ મોટી વાત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો મામલો દિવસેને દિવસે એક નવા વળાંક ઉપર આવી રહ્યો છે. બિહાર પોલીસની તપાસ બાદ આ કેસને CBI તપાસ માટે સોંપી દેવામાં આવ્યો હતો ત્યારબાદ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી કે આ કેસ મુંબઈ પોલીસને સોંપવામાં આવે જેના બાદ સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપતા આ કેસને CBIને સોંપી દેવામાં આવ્યો છે.

Image Source

સુશાંત કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવાના ચુકાદા બાદ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારે પણ પ્રતિભાવ આપ્યો છે. અક્ષય કુમારે ટ્વીટર દ્વારા ટ્વીટ કરીને પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું છે કે: “સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સીબીઆઈ તપાસ થશે.  સત્યનો હંમેશા વિજય થાય છે.”

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેના ચાહકો સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોની પણ માંગ હતી કે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે. તેના માટે દુનિયાભરમાં પ્રાર્થના સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

સર્વોચ્ચ ન્યાયાલયએ પરિસ્થિતિની ગંભીરતા સમજતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સીબીઆઈ તપાસ કરાવવાનું સ્વીકારી લીધું છે. હવે સીબીઆઈ તપાસમાં સુશાંતનુ મૃત્યુ કેવી રીતે થયું તેનું સત્ય બહાર આવવાની અપેક્ષા છે. આ પહેલા પણ મુંબઈ પોલીસ દ્વારા સુશાંતની નજીકના અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોની પુછપરછ કરી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસ ઉપર પણ તપાસમાં ગેરરીતિ કરવાના આરોપો પણ લાગ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.