ટેનિસ બોલથી ક્રિકેટ રમીને ભારત ટીમનો સ્ટાર ખેલાડી બન્યો સૂર્ય કુમાર યાદવ, 11 વર્ષની મહેનત આખરે લાગી કામ, જુઓ મી. 360ની સંઘર્ષ કહાની

કેવી રીતે આવે છે સૂર્યાના 360 ડિગ્રી શોટ્સ.,, જાણો ઇન્ટરવ્યૂમાં શું કહ્યું હતું સૂર્ય કુમાર યાદવે..

ઓસ્ટ્રલિયાની અંદર ક્રિકેટનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે, જેમાં આ જે ભારત અને ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે, જેમાં જે જીતશે તે રવિવારે પાકિસ્તાન સામે ફાઇનલની અંદર રમતા જોવા મળશે. ત્યારે આ દરમિયાન ભારતીય ટીમને જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

ભારતીય ટીમે આ સિરીઝમાં ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ એક ખેલાડીની બેટિંગે તો આખી દુનિયાને હસીમચાવી દીધી. એ ખેલાડીનું નામ ચેહ સૂર્ય કુમાર યાદવ. સૂર્ય કુમાર યાદવને હવે લોકો મી. 360 તરીકે પણ ઓળખે છે, કારણ કે તે એવા એવા શોટ મારે છે કે જે ક્રિકેટની ડીક્ષનરીમાં પણ ક્યાંય નથી. ત્યારે આ જગ્યાએ પહોંચવા માટે પણ સૂર્યાને ખુબ જ મહેનત કરવી પડી છે.

હાલમાં જ સૂર્ય કુમાર યાદવે પોતાની રમતનેલઈએં એક મોટો ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે ટેનિસ બોલ દ્વારા ક્રિકેટ રમીને તેને આવા શાનદાર શોટ્સ રમવામાં મહારથ હાંસલ થઇ છે. સૂર્ય કુમાર યાદવ મેદાનની ચારેય તરફ શોટ્સ મારવા માટે જાણીતો છે અને તેમાં પણ ભારતની છેલ્લી મેચમાં તેને ઝીમ્બાવે સામે જહે પ્રદર્શન કર્યું તેમાં તેના શોટ્સ જોઈને તો દુનિયા દીવાની બની ગઈ.

આ મેચમાં તેને રિચાર્ડ નગરવાના એક બોલ પર જે સ્કૂપ શોટ માર્યો હતો તે ટી-20 વર્લ્ડ કપમાં ચર્ચાનો વિષય બનેલો છે. આ મેચમાં તેને 25 બોલમાં 61 રનની શાનદાર પારી રમી હતી. જેના કારણે ભારત પાંચ વિકેટે 186 રનનો મજબૂત સ્કોર ઉભો કરી શક્યું હતું.  આ પારીના છેલ્લા બોલ પર સૂર્ય કુમાર યાદવે જે શોટ માર્યો હતો તે સૌથી બેસ્ટ હતો.

તેને ઘણીયે બેસીને ઓફ સ્ટમ્પની બહાર ફુલટોસને સ્કૂપ કરીને છ રન માટે મોકલી દીધો હતો. આ શોટની રવિ શાસ્ત્રી અને સુનિલ ગાવસ્કર જેવા પૂર્વ ખેલાડીઓએ પણ ખુબ જ પસંશા કરી હતી. આ મેચ પછી સૂર્યકુમારે સ્ટાર સ્પોર્ટ્સ પ્રોગ્રામમાં કહ્યું, ‘તમારે એ સમજવું પડશે કે બોલર તે સમયે કયો બોલ નાખવાનો છે, જે તે સમયે અમુક હદ સુધી પૂર્વનિર્ધારિત હોય છે. ટેનિસ બોલ ક્રિકેટ રમતી વખતે મેં આ શોટની ઘણીવાર પ્રેક્ટિસ કરી હતી.”

સૂર્યકુમાર યાદવ માટે આ યાત્રા ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. જ્યારે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રન બનાવી રહ્યો હતો ત્યારે તેને ટીમમાં જગ્યા મળી રહી ન હતી. પણ સૂર્યકુમારે આશા છોડી ન હતી. સંઘર્ષના દિવસો દરમિયાન સૂર્યકુમાર એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને પોતાનો આદર્શ માનતા હતા.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં મહાન ખેલાડીઓની હાજરીને કારણે હસીને પણ દસ વર્ષ રાહ જોવી પડી હતી. હસીએ તેના વિશે ફરિયાદ કરી ન હતી, તેની નારાજગી વ્યક્ત કરી ન હતી, માત્ર રન બનાવતો રહ્યો અને તેને તક મળી. 15 ડિસેમ્બર 2010ના રોજ ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનાર યાદવને 14 માર્ચ 2021ના રોજ દેશ માટે રમવાની પ્રથમ તક મળી. એટલે કે ડોમેસ્ટિક ક્રિકેટથી ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધીની સફર માટે તેને 11 વર્ષ રાહ જોવી પડી હતી.

Niraj Patel