ઉફ્ફ આટલી સુંદર પત્ની તો કોઈ ક્રિકેટરની નહિ હોય, હાઈ ફાઈ જીવન જીવી રહી છે, જુઓ તસવીરો
ભારતીય ક્રિકેટર અને ઝડપી બોલર મોહમ્મદ શામીની પત્ની હસીન જહાં ઘણીવાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી હસીના જહાં ઇન્સ્ટાગ્રામ પર લગભગ રોજ તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છએ. હસીન જહાંની નવી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે. આ તસવીરો એરપોર્ટ અને પ્લેનની અંદરની છે. તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે- Ready To Fly.
આ ઉપરાંત તેણે પ્લેન લેન્ડ થયા બાદ પણ અપડેટ આપતા કહ્યુ કે, તે દેહરાદૂન પહોંચી ગઇ છે.જણાવી દઇએ કે, મોહમ્મદ શામી અને હસીન જહાં હાલ સાથે નથી રહેતા. મોહમ્મદ શામીએ જૂન 2014માં ઘરવાળા વિરૂદ્ધ જઇને IPL ચીયરલીડર્સ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન વધારે ના ચાલી શક્યા અને બંને વચ્ચે અણબનાવ થઇ ગયો. લગ્નને ચાર વર્ષ વીત્યા બાદ એટલે કે 2018માં હસીન જહાંએ શામીના પરિવાર પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.
આ સાથે હસીન જહાંએ વોટ્સએપ ચેટ શેર કરતા શામી પર બીજી છોકરીઓ સાથે અતરંગ ચેટનો આરોપ લગાવ્યો હતો. હાલ તો હસીન અને શામી અલગ રહે છે. બંનેના છૂટાછેડા હજી થયા નથી. પરંતુ હસીન જહાંને આજે પણ લોકો મોહમ્મદ શામીની પત્નીના રૂપમાં જ ઓળખે છે. હસીન જહાં અને શામીની એક પુત્રી પણ છે, જે હસીન પાસે રહે છે. જેને ના મળી શકવાને કારણે શામી દુખી પણ રહે છે
અને તેઓ પોતાનું દુખ ઘણીવાર લોકો સામે પ્રકટ પણ કરી ચૂક્યા છે. જણાવી દઇએ કે, હસીન જહાંના શામી સાથે બીજા લગ્ન હતા. તેના પહેલા લગ્ન સૈફુદ્દીન સાથે થયા હતા, જે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં સ્ટેશનરીની દુકાન ચલાવે છે. તેના અને હસીનના લગ્ન વર્ષ 2002માં થયા હતા. આ લગ્નથી તેમને બે બાળકો પણ હતા. આ લવ મેરેજ હતા,
પરંતુ હસીન જહાંને ગ્લેમર વર્લ્ડની ફીલ્ડમાં આગળ વધવુ હતુ અને સૈફુદ્દીનનો પરિવાર તેના વિરોધમાં હતો. આ કારણે બંનેના છૂટાછેડા 2010માં થઇ ગયા હતા. તે બાદ શમીની એન્ટ્રી હસીનાની લાઇફમાં થઇ પરંતુ આ બંનેનો સંબંધ પણ લગ્નના ચાર વર્ષ બાદ તૂટી ગયો. જો કે, હજુ સુધી તે બંનેના છૂટાછેડા થયા નથી.