ટી-20 વર્લ્ડ કપમાં આ ભારતીય એન્કરનો જોવા મળી રહ્યો છે દબદબો, તેની સુંદરતા જોઈને મદહોશ થઇ રહ્યા છે દર્શકો, જુઓ તસવીરો

ઓસ્ટ્રેલિયાની અંદર આ ભારતીય એન્કર મચાવી રહી છે ધૂમ, સિંગિંગ અને ડાન્સિંગ પણ કરે છે લાજવાબ, જુઓ

હાલ ઓસ્ટ્રેલિયાની અંદર ટી-20 વર્લ્ડ કપનો મહા સંગ્રામ ચાલી રહ્યો છે અને આજે ભારત પોતાની સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે રમવાનું છે, ત્યારે આ દરમિયાન ભારતીય ટીમ પણ સૌની હોટ ફેવરિટ બની ગઈ છે, ત્યારે ગઈકાલે પહેલી સેમિફાઇનલમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે અને તેમાં પણ જો આજે ભારત ઇંગ્લેન્ડને હરાવી દે તો રવિવારે યોજાનારી ફાઇનલ મેચ ખુબ જ રસપ્રદ બની રહેશે.

આ દરમિયાન કેમેરામેનની નજરમાં ઘણા સુંદર ચહેરાઓ પણ કેદ થઇ જતા હોય છે, જે દર્શકોના રૂપમાં સ્ટેન્ડમાં બેઠા હોય, પરંતુ હાલ એક ભારતીય એન્કર પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થતા જોવા મળી રહ્યા છે.

આ એન્કરનું નામ છે ભાવના બાલાકૃષ્ણન. તે ચેન્નાઇની રહેવાસી છે. હાલ તે ટી-20 વર્લ્ડ કપમાં એન્કર તરીકે કામ કરી રહી છે અને ત્યાં પણ તે સતત ચર્ચામાં રહે છે. ભાવનાએ કોમેન્ટેટર તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવ્યા બાદ એન્કર તરીકે પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. ભાવના ટીવી પર એન્કરિંગ કરવાની સાથે સાથે એક પ્લેબેક સિંગર પણ છે.

ભાવનાએ ચેન્નાઇની ગ્રેટ લેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2017માં ભાવના ટીવી પ્રેજેન્ટના રૂપમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કમાં સામેલ થઇ હતી અને જેના બાદ તેને આઇપીએલ અને પ્રો કબ્બડી લીગની મેજબાની કરી.તે સોશિયલ મીડિયા પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેના 6.5 લાખ કરતા પણ વધુ ફોલોઅર્સ છે.

ભાવના તેના સોશિયલ મીડિયા પર તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે, જેમાં ક્રિકેટરોથી લઈને બોલીવુડના સેલેબ્રિટીઓ પણ તેની સાથે જોવા મળે છે. 36 વર્ષની ભાવના પરણિત છે. હાલ ભાવના ભારતની સૌથી લોક્પ્રોયા ખેલ પત્રકારમાંથી એક છે. તેને પોતાના કેરિયરની શરૂઆત ચેન્નાઇ લાઈવ રેડિયો જોકીના રૂપમાં કરી હતી જેના કારણે તેની ઓળખ વીજે ભાવના તરીકે કરવામાં આવે છે.

Niraj Patel