આલિયાની દીકરીની વાયરલ તસવીરો જોતા જ ફેન્સ થયા ખુશખુશાલ…જાણો સત્ય આ તસવીરો અને વીડિયોનું

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે 6 નવેમ્બર રવિવારના રોજ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. આ સમાચાર આવ્યા ત્યારથી ચાહકો આલિયા-રણબીરની પુત્રીની પ્રથમ ઝલક મેળવવા માટે ઉત્સુક છે. આ દરમિયાન ઘણા ફેન પેજ પર આલિયા અને રણબીરના નાના બેબી સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. એક તસવીરમાં આલિયા એક સુંદર છોકરીને પ્રેમ કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર છોકરીની તસવીર વાયરલ થઈ રહી છે અને લોકો આ છોકરીને આલિયા-રણબીરની દીકરી કહી રહ્યા છે.

જો કે, તમને જણાવી દઇએ કે, આ ફોટો રિયલ નથી. અત્યાર સુધી અભિનેત્રી કે તેના પરિવાર દ્વારા કોઈ ફોટો શેર કરવામાં આવ્યો નથી. ચાહકો આલિયાની દીકરીને જોવા માટે આતુર છે. કેટલાક ફેન પેજ આલિયા અને રણબીરના એકસાથે કોમ્પ્યુટરાઈઝ્ડ ફોટા પણ શેર કરવામાં આવી રહ્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ફેન્સ વાયરલ થઈ રહેલા ફોટો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે કે

છોકરીની આંખો બિલકુલ પપ્પા રણબીર જેવી અને નાક આલિયા જેવું છે. માતા બન્યા બાદ આલિયાએ એક પોસ્ટમાં માહિતી આપી હતી કે તેણે પુત્રીને જન્મ આપ્યો છે. પોસ્ટ શેર કરતી વખતે લખ્યું હતું કે, ‘અમારા જીવનના સૌથી સારા સમાચાર આવી ગયા છે. અમારું બાળક આ દુનિયામાં આવ્યું છે અને તે કેટલી અદ્ભુત છોકરી છે. આ ખુશી અમે અત્યારે વ્યક્ત કરી શકતા નથી. અમે એક આશીર્વાદિત માતાપિતા બન્યા છીએ.

પ્રેમ, પ્રેમ, પ્રેમ આલિયા અને રણબીર. આલિયાએ લગ્નના 2 મહિના પછી જ એટલે કે 27 જૂન 2022ના રોજ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના બેડ પર પડેલી સોનોગ્રાફીની પોસ્ટ સાથે તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. ત્યારથી, ચાહકો નાના મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા. બંનેની પહેલી મુલાકાત 2017માં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર થઈ હતી. ત્યારપછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ વર્ષે તેઓએ લગ્ન કરી લીધા અને લગ્નના સાત જ મહિનામાં તેઓ માતા-પિતા પણ બની ગયા.ઉલ્લેખનીય છે કે, ઘણા મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આલિયા ભટ્ટે તેના પહેલા બાળકને સી-સેક્શન દ્વારા જન્મ આપ્યો છે. જો કે, આ અહેવાલોને હજુ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

હકીકત જોઈએ તો હજુ સુધી કપૂર ખાનદાનની દિકરીનો ફોટો કપૂર કે ભટ્ટ પરિવાર દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યો નથી. ઇન્ટરનેટ પર જે તસવીરો વાયરલ થઈ રહી છે તેને ફોટોશોપ દ્વારા મોર્ફ કરવામાં આવી છે. તેમાંથી એકમાં આલિયાની બાજુમાં બાળકીને બતાવવામાં આવી રહી છે. જ્યારે એક વીડિયોમાં આલિયાની સાથે હોસ્પિટલમાં બાળકી દર્શાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરેક ફોટો અને વીડિયો નકલી છે.

Shah Jina