મમ્મી કરે છે બીડી બનાવવાનું કામ અને દીકરીએ યુટ્યુબમાંથી અભ્યાસ કરીને પાસ કરી MBBSની પરીક્ષા, સફળતાની કહાની તમારું દિલ જીતી લેશે

જે પરીક્ષા પાસ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે એ પરીક્ષાને આ ગરીબ દીકરીએ યુટ્યુબમાં વીડિયો જોઈને પાસ કરી, માતા બીડીના કારખાનામાં નોકરી કરીને ભણાવતી

ઇન્ટરનેટ પર ઘણા લોકોની સફળતાની કહાનીઓ સામે આવતી હોય છે, જે સામાન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક હોય છે, ઘણા એવા બાળકો છે જેમણે પોતાની મહેનતના દમ પર મોટી મોટી પરીક્ષાઓ પણ પાસ કરી છે, જ્યાં એક તરફ કેટલાક બાળકોને સુવિધાઓ મળવા છતાં પણ સારું પરિણામ નથી લાવતા ત્યાં બીજી તરફ કેટલાક ગરીબ બાળકો કઈ ના હોવા છતાં પણ ઘણા આગળ નીકળે છે અને પરિવારનું નામ રોશન કરે છે.

હાલ એવી જ એક દીકરીની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેને પોતાની મહેનતના દમ પર MBBSની પરીક્ષા પાસ કરી છે, સખત મહેનતના દમ પર સફળતાની સૌથી ઊંચી ઇમારતને સ્પર્શતી પ્રેરણાદાયી વાર્તા તેલંગાણાના નિઝામાબાદમાંથી બહાર આવી છે. અહીં બીડી બનાવનારની દીકરીએ યુટ્યુબ પરથી અભ્યાસ કરીને મેડિકલ પરીક્ષા પાસ કરી છે.

ખૂબ ઓછા સાધનો હોવા છતાં, હરિકા નામની છોકરીએ એમબીબીએસની પરીક્ષા પાસ કરીને તેની માતાનું નામ રોશન કર્યું છે. હરિકાને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીના એમએલસી કલવકુંતલા કવિતા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે હરિકાની કહાની ટ્વીટ કરીને જણાવવામાં આવી છે.

TMC MLCએ જણાવ્યું કે હરિકાની માતા બીડી બનાવવાની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે. આ જે પગાર મળતો તેના આધારે તે હરિકાનું ધ્યાન રાખે છે. હરિકાની વાર્તા શેર કરતા, TMC MLCએ લખ્યું કે જો તમે સપના જોવાની હિંમત કરો છો, તો જ્યાં સુધી તમે તેને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી કામ કરવાનું બંધ ન કરો.

તમને જણાવી દઈએ કે હરિકાની માતા સિંગલ મધર છે. બીડીના કારખાનામાં કામ કરતાં તેમણે તેમની પુત્રીને ભણાવી. પછી હરિકાએ યુટ્યુબ પરથી આગળનો અભ્યાસ કર્યો અને હવે એમબીબીએસની પરીક્ષા પાસ કરીને બતાવ્યું છે કે સાચી દિશામાં કરેલી મહેનત ચોક્કસ સફળતા આપે છે.

હરિકાની સફળતા એટલા માટે પણ ખાસ છે કારણ કે સમૃદ્ધ પરિવારોના બાળકો આ એમબીબીએસની તૈયારી માટે મોટા શહેરોમાં અભ્યાસ કરવા લાખો રૂપિયા ખર્ચે છે. પરંતુ તે પછી પણ બહુ ઓછા લોકોને સફળતા મળે છે. બીડી કામદારની દીકરી હરિકાએ યુટ્યુબ પર અભ્યાસ કરીને આવી અઘરી પરીક્ષા પાસ કરી.

Niraj Patel