જ્યોતિષ શાસ્ત્ર

હોળી પછી સૂર્યદેવ કરશે મીન રાશિમાં પ્રવેશ, જાણો કોને થશે લાભ અને કોને હાનિ

બધા જ ગ્રહોના રાજા સૂર્યદેવ આવનારા 14 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને 13 એપ્રિલ સુધી આ રાશિમાં જ સ્થિત રહેશે. સૂર્યનું ગોચર સામાન્ય ભાષામાં સંક્રાંતિના નામથી જાણવામાં આવે છે, માટે મીન રાશિમાં સુર્યુના ગોચરને મીન સંક્રાંતિ કહેવામાં આવશે. સૂર્યના આ ગોચરના પ્રભાવથી દરેક રાશિઓ પર ઘણી અસરો થશે જે શુભ કે અશુભ પણ હોઈ શકે છે. આવો તો જાણીએ તમારી રાશિ પર આ ગોચરની કેવી અસર થશે.

Image Source

1. મેષ રાશિ:

મેષ રાશિના લોકો માટે સૂર્યનું મીન રાશિમાં ગોચર ખુબ સારું મનાવામાં આવશે. આ રાશિના લોકોને વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધ માટે આ પરિસ્થિતિ કઈ ખાસ અનુકૂળ નહિ રહે માટે થોડા સંભાળીને રહો. પરિવાર, મિત્રો સાથે મળીને કોઈ નવા યોજના બનાવી શકો તેમ છો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.

Image Source

2. વૃષભ રાશિ:
વૃષભ રાશિના લોકો માટે આ એક સુખદ યોગ બની રહ્યો છે. તમારી આવક અને સામાજિક માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ઓફિસમાં અનુકૂળ વાતાવરણ જળવાઈ રહેશે. આર્થિક નફો થઇ શકે તેમ છે. જે વસ્તુની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તે પૂર્ણ થતું જણાશે.

Image Source

3. મિથુન રાશિ:

નોકરી-વ્યાપર કરનારા લોકોને સારા પરિણામો મળશે. પરિવારના લોકો સાથે મજબૂત સંબંધ બનશે. સરકારી યોજનાનો ભરપૂર લાભ મળશે. પ્રોફેશનલ લાઈફ અને વ્યક્તિગત જીવનમાં સારા-ખરાબ પરિણામો જોવા મળી શકે તેમ છે.

4. કર્ક રાશિ:

કર્ક રાશિ માટે આ ગોચર ફાયદો આપનારો રહેશે. ઓફિસમાં કોઈ સારા સમાચાર મળી શકે તેમ છે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ ગોચરથી તમારા ભાઈ-બહેનોને પણ લાભ મળી શકે તેમ છે. કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો તેમ છો. ભાગ્ય તમારો પૂરો સાથ આપશે.

Image Source

5. સિંહ રાશિ:
તમારે તમારા સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન રાખવાની જરૂર રહેશે. ગુસ્સાને કાબુમાં રાખવાની જરૂર રહેશે. જો કે ખરાબ સમય તમારા જીવનમાં વધારે સમય સુધી ટકી શકશે નહીં. નાના બાઈ બહેનોની સાથે પ્રેમથી રહો.

6. કન્યા રાશિ:
કન્યા રાશિ માટે આ ગોચર મિશ્રિત ફળ આપશે. જીવનસાથી સાથે મનમુટાવ થવાની સંભાવના છે. વ્યાપારમાં સારા પરિણામો મળશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે તો બીજી તરફ મનમુટાવ પણ થઇ શકે તેમ છે. તણાવની સ્થિતિ પણ આવી શકે તેમ છે.

Image Source

7. તુલા રાશિ:
કાનૂની બાબતોમાં સફળતા મળી શકે તેમ છે. પાર્ટનરની સાથે કડવાશ આવી શકે છે માટે બને ત્યાં સુધી તેની ચિતાઓને સમજો અને તેના પર ધ્યાન આપો. આવકમાં ઘટાડો થઇ શકે છે માટે બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરો.

8. વૃશ્ચિક રાશિ:

પ્રેમ સંબંધ માટે આ ગોચર અનુકૂળ રહેવાનું છે. શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલા લોકોને તરક્કીમાં વધારો થઇ શકે તેમ છે. વિદેશ યાત્રાએ જવાના પણ યોગ બની રહ્યા છે.

Image Source

9. ધનુ રાશિ:

ઘનું રાશિ માટે આ ગોચર મિશ્ચિર ફળ આપનારું હશે. પર્સનલ કે પ્રોફેશનલ જીવનમાં કોઈ પણ નિર્ણય ઉતાવળે ન લો. દરેક પરિસ્થિતિનો સામનો કરો અને શાંતિ એન ધીરજથી આગળ વધો. પરિવારના સદસ્યો પર નકારાત્મક અસર થઇ શકે છે.

10. મકર રાશિ:
ઓફિસમાં તમારી મહેનત રંગ લાવશે. પ્રમોશન થવાની સંભાવના થતી દેખાશે. તમારૂ સ્વાસ્થ્ય બગડી શકે છે, આ સિવાય તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય પણ કમજોર થઇ શકે તેમ છે. તમે વ્યાપારમાં જોખમ ઉઠાવશો અને આગળ વધવા માટેના પ્રયત્નો કરી શકશો.

Image Source

11. કુંભ રાશિ:
તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ વચ્ચે તમારા જીવનસથાનીના વિચારો અને તમારા વિચારો પર પર ટકરાવ આવી શકે છે. પરિવારના અન્ય સદસ્યો સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો. તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઇ શકે તેમ છે.

12. મીન રાશિ:

આ રાશિ માટે સૂર્યનું ગોચર ઉર્જાવાન સાબિત થશે. પાર્ટનર સાથેના સંબંધો મજબૂત બનશે. ઓફિસમાં તમારા કામમાં સુધારાઓ આવશે. ખાવા પીવાની આદતોને સુધારવાની જરૂર રહેશે અને શરીર પર વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.