ખબર ફિલ્મી દુનિયા

ક્રિકેટર સુરેશ રૈના સમેત 34 લોકો ઉપર મુંબઈમાં કેસ દાખલ, કર્ફ્યુ સમયે મોડી રાત સુધી પબમાં કરતા હતા પાર્ટી

સેલેબ્રિટીઓ અવાર નવાર પાર્ટી કરવા માટે જાણીતા હોય છે ત્યારે હાલમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેનારા ક્રિકેટર સુરેશ રૈના વિરુદ્ધ મુંબઈની અંદર એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હવે સુરેશ રૈના નવા વિવાદમાં ફસાઈ ગયો છે.

Image Source

ઇન્ટરનેશનલ એરપોર્ટની સામે ડ્રેગન ફલાઈ પબની અંદર સુરેશ રૈનાએ કોરોના નયમોનાં ધજાગરા ઉડાવ્યા હતા. મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ છાપામારીની અંદર સુરેશ રૈના સમેત 34 લોકોને આરોપી જણાવવામાં આવી રહ્યા છે.

Image Source

રૈના ઉપર કલમ 188 અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે. ફાઈવ સ્ટાર હોટલમાં સ્થિત આ ક્લ્બમાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં નહોતું આવી રહ્યું. કોઈએ માસ્ક પણ પહેર્યું ના હતું ના કોઈએ સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાર્ટી રાત્રે 3 વાગ્યા સુધી ચાલી અને જેમાં બોલીવુડની પણ ઘણી હસ્તીઓ સામેલ હતી.

Image Source

ક્લબના સંચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2020માં સુરેશ રૈના અલગ અલગ કારણોને લઈને ચર્ચામાં રહ્યો છે. આઈપીએલમાં પણ સુરેશ રૈના કોઈ કારણ વગર જ પરટફર્યો હતો ત્યારે પણ તે ચર્ચાનો વિષય બન્યો હતો.

Image Source

જાણકારી પ્રમાણે છાપામારી દરમિયાન ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા, હૃતિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાન પણ ત્યાં હાજર હતા. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે છાપામારી દરમિયાન તે પાછળના દરવાજેથી ફરાર થઇ ગયા હતા. તેમાં બાદશાહનું નામ પણ સામે આવી રહ્યું છે.