મનોરંજન

બિકી પહેરીને પાણીમાં આગ લગાવતી દેખાઈ નાગિન અભિનેત્રી સુરભી ચંદના

7 તસવીરો જોઈને કકડતી ઠંડીમાં પણ તમને પરસેવો વળી જશે, એવી બોડી દેખાડી દીધી

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુરભી ચંદનાની ગણતરી હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. હાલ સુરભી એકતા કપૂરનો શો નાગિન-5 માં બાનીના કિરદારમાં જોવા મળી રહી છે,  જેમાં તે એક નાગિન સ્વરૂપે હોય છે. નાગિનના કિરદરામાં સુરભીને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

Image Source

શોમાં મોટાભાગે સુરભીનો સાડી લુક દર્શકોને ખુબ પસંદ આવે છે. તેની સાડી પહેરવાની અલગ અલગ સ્ટાઇલ લોકોને ખુબ પસંદ આવે છે, માટે જ સુરભીને સૌથી ગ્લેમરસ નાગિન માનવામાં આવે છે. સુરભી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ સુરભીએ પહેરીને તસ્વીર શેર કરી છે, જેને લીધે સોશિયલ મીડિયાનું પણ તાપમાન વધી ગયું છે.

Image Source

તસ્વીરમાં સુરભીએ લીલા રંગની બિકની પહેરી રાખી છે અને શિયાળાની ઠંડીમાં સ્વિમિંગ પુલમાં ઉતરીને આગ લગાવી રહી છે. સુરભીએ પાણીમાં એકથી એક શાનદાર પોઝ આપ્યા છે.

Image Source

એક તસ્વીરમાં તેણે ગોગલ્સ પહેરી રાખ્યા છે તો અન્ય એક તસ્વીરમાં તે હાથ ફેલાવીને પોઝ આપી રહી છે. સુરભિનો આ ગ્લેમર અવતાર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

તસ્વીર શેર કરીને સુરભીએ લખ્યું કે,”વોટર મેક્સ દ હેપીએસ્ટ”. સુરભીની તસ્વીરો પર લાખો લાઇક્સ આવી ગઈ છે અને ચાહકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

Image Source

જો કે આ પહેલી વાર નથી કે સુરભીએ આવી તસ્વીર શેર કરી હોય. અવાર-નવાર તે પોતાની હોટ તસ્વીરો શેર કરતી જ રહે છે. આ સિવાય સુરભી નાગિન-5 શૂટિંગ સેટની પણ તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે.