ખબર

સુરતમાં કોરોના વોરિયર્સ એવા મહિલા ડોકટરે ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું

આત્મહત્યા કરતા પહેલા માબાપને લઈને કહી આ વાત

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ રહી છે, ત્યારે ગુજરાતના સુરતમાં પણ આ મહામારીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. આ સમયે હોસ્પિટલોમાં પણ સ્ટાફની અછત વર્તાઈ રહી છે. ત્યારે એક ખબર ખુબ જ દુઃખ પહોંચાડનારી સામે આવી છે.

સુરતની એક ખાનગી હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર મહિલા ડોક્ટરે પોતાના જ ઘરમાં ઈન્જેક્શનના વધુ પડતા ડોઝ લઈને પોતાના જીવનનો અંત આણ્યો છે. તેમનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો છે.

પોલીસને આ અંગે તપાસ કરતા એક ચિઠ્ઠી પણ મળી આવી હતી જેની અંદર મહિલા ડોકટરે પોતાના પિતા પ્રત્યે અપાર લાગણી વ્યક્ત કરી હતી. આ ચિઠ્ઠીની અંદર મહિલા ડોકટરે લખ્યું હતું કે, “‘હું મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું, મારા પપ્પાનું ધ્યાન રાખજો”.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અડાજણના મુક્તાનંદ સોસાયટી પાર્કમાં આવેલ કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય મહિલા ડોક્ટર અહલ્યા સથીષ ખાનગી હોસ્પિટલમાં એનેસ્થેસિયા તરીકે ફરજ બજાવતા હતા. એક-બે દિવસથી તેના પરિચિત ડોક્ટર ફોન કરતા હતા. પરંતુ તેણીએ ફોન રિસીવ કર્યા નહતા જેથી તેમની બહેનપણીઓને ચિંતા થતા તે મહિલા ડોકટરના પરિચિતના ઘરે ગયા હતા.

પરિચિતના ઘરેથી ચાવી લીધા બાદ ઘરનો દરવાજો ખોલ્યો હતો ત્યારે બેડરૂમનો દરવાજો બંધ હોવાના કારણે પોલીસને જાણ કરવામાં આવી હતી જેના બાદ દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડતા જ મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.

આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે મહિલા તબીબે પોતાના હાથ ઉપર ઇન્જેક્શનના વધુ પડતા ડિઝ લઈને આપઘાત કર્યો છે. આ સાથે જ પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેની અંદર લખ્યું હતું કે, “આ પગલું ભરું છું તે માટે કોઇ જવાબદાર નથી. મારા પપ્પાને પ્રેમ કરું છું પપ્પાનું ધ્યાન રાખજો.” અડાજણ પોલીસ દ્વારા હવે આ બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે.