ખબર

સુરત થયું શર્મસાર: સ્પાની અંદર જ ધમધમતુ કૂટણખાનું ઝડપાયું, એકથી એક ચડિયાતી 4 રૂપલલના સહિત માલિક અને ગ્રાહકને ઝડપી પડાયા

સુરતમાં RTOની સામેથી સ્પામાં કઢંગી હાલતમાં રૂપલલનાઓ ઝડપાઇ, પોલીસે રેડ પડતા જ 309 નંબરની દુકાનમાં બીભત્સ ધંધો…જુઓ તસવીરો

ગુજરાતમાંથી ઘણીવાર સ્પા સેન્ટરોના નામે દેહવેપારનો ધંધો ચાલતો હોવાનો પર્દાફાશ થાય છે અને આવી માહિતી મળતા પણ પોલિસ પણ એક્શનમાં આવી જતી હોય છે અને દરોડા પાડી ત્યાંના સંચાલકો કે ત્યાં કામ કરતી રૂપલલનાઓ અને ગ્રાહકોને પકડી પાડતી હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સુરત, વડોદરા અને રોજકોટ જેવા શહેરોમાંથી ઘણા સ્પા સેન્ટરોમાં પોલિસ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને કાળા ધંધા ઉજાગર કરવામાં આવતા હોય છે. ઘણા સ્થળો ઉપર પોલીસ રેડ પાડી અને દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ કરતી હોય છે.

ઘણી જગ્યાએ સ્પા અને બ્યુટીપાર્લરની આડમાં ચાલતા કુટણખાના ઝડપાતા હોય છે અને એમાં પણ મોજીલા સુરતમાંથી આવી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, ત્યારે હાલ જ પોલીસ દ્વારા એક કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતના અડાજણમાં આવેલ પાલ આરટીઓ સામે મારવેલા કોમ્પલેક્સના ત્રીજા માળે સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

પોલીસે આ સ્પા સેન્ટરમાં દરોડો પાડી ચાર મહિલાઓને ઝડપી પાડી હતી. આ ઉપરાંત મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવનાર માલિક સહિત એક ગ્રાહકને પણ ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે ગ્રાહક અને સ્પાના માલિક સામે ગુનો નોધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કોમ્પલેક્ષના ત્રીજા માળે 309 નંબરની દુકાનમાં લાસા ફેમિલી સ્પા આવેલ છે અને તેનો માલિક સુનિલ કે જે મૂળ ઉત્તરપ્રદેશનો છે.

તે પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસે દેહવેપાર કરાવતો અને મહિલાઓની પોતાની આવકનું સાધન બનાવી તેમાંથી કમિશન નીકાળી સ્પા તથા મસાજ માટે જે ગ્રાહકો આવતા તેમને માણવા માટે સવલતો પૂરી પાડતો હતો.હાલ તો પોલિસે દરોડો પાડી સ્પાના માલિક અને ગ્રાહક સહિત 4 મહિલાઓને ઝડપી પાડી હતી અને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.