સુરત જીએસટી ઓફિસમાં થયા ધજાગરા : મહિલા કર્મચારીએ બેશરમ બનીને બીજા અધિકારીના હોંઠ ઉપર હોંઠ ચડાવીને……..

સોશિયલ મીડિયા અને સમાચારમાં આજે નાનામાં નાની ઘટના પણ વાયરલ થતા વાર નથી લાગતી. ઘણી એવી ઘટનાઓ પણ સામે આવે છે જેને જાણીને લોકો હેરાન પણ રહી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના હાલ સુરતમાંથી સામે આવી છે, જેમાં એક મહિલા કર્મચારીએ પોતાના અધિકારીની ઓફિસમાં ઘુસી અને ના કરવાનું કરી નાખ્યું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

મોટાભાગે આપણે ઘણા કિસ્સાઓમાં જોયું છે કે મહિલા કર્મચારી પોતાના સિનિયરના તાબામાં કોઈ કામ અને કોઈ લાલચના કારણે આવી જતી હોય છે, ઘણીવાર અધિકારીઓ પણ તેનો ફાયદો ઉઠાવતા હોય છે અને મહિલા કર્મચારીને લાલચ આપીને તેની સાથે આડા સંબંધો પણ રાખતા હોય છે, પરંતુ આ કેસમાં થોડું અલગ જોવા મળ્યું.

આ ઘટનામાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતની જીએસટી ઓફિસમાં એક મહિલા કર્મચારીને તેને અધિકારી પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવતા તેમને તસતસતું ચુંબન કરતી દેતા સમગ્ર ઓફિસમાં ચકચારી મચી ગઈ હતી. આ ઘટના બાદ અધિકારીએ મહિલા કર્મચારીને તેમના કેબિનમાં પ્રવેશ ના કરવા માટે જણાવી દીધું હતું.

આ ઘટનામાં બન્યું એવું કે જીએસટીના અધિકારીની ઓફિસમાં કોઈ કામ માટે અથવા તો મિટિંગ અંતર્ગત કોઈ વાત-ચિત માટે અવાર નવાર કર્મચારીઓ આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ તેમની ઓફિસમાં જ કામ કરતી એક મહિલા કર્મચારીને અધિકારના આકર્ષક દેખાવ ઉપર મોહી ગઈ હતી અને આવેશમાં આવીને અધિકારીને ચુંબન કરી દીધું હતું, જેના બાદ અધિકારી પણ ડઘાઈ ગયા હતા અને ઓફિસની બહાર આવી ગયા હતા.

આ ઘટના બાદ અધિકારી એ તે મહિલા કર્મચારીના તેમની ઓફિસમાં આવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો, આ સાથે જ જો કોઈ કામ માટે તે મહિલા કર્મચારીને ઓફિસમાં આવવાનું પણ થાય તો સાથે કોઈ અન્ય મહિલા કર્મચારી કે કોઈ પુરુષ કર્મચારીને સાથે રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આટલું જ નહિ મહિલા કર્મચારી આ અધિકારીના પ્રેમમાં એટલી બધી પાગલ બની ગઈ હતી કે તેને તેના કમ્પ્યુટરનો પાસવર્ડ પણ અધિકારીના નામનો જ રાખ્યો હતો, આ ઉપરાંત એક દિવસ અધિકારીના ઘરે કોઈ પ્રસંગ હોય આ મહિલા કર્મચારી પણ ત્યાં અચાનક આવી પહોંચી હતી, જેના બાદ અધિકારીને ઓફિસમાં બનેલી તે ઘટના ફરી ઘરે ના બને તે ઇરાદે તે ત્યાંથી ગાયબ થઇ ગયા હતા અને જ્યાં સુધી તે મહિલા કર્મચારી પ્રસંગમાંથી નીકળી નહિ ત્યાં સુધી તે દેખાતા પણ નહોતા.

Niraj Patel