ખબર

આ ડોક્ટર સાહેબ જીવનમરણ વચ્ચે જોલા ખાતા સારવાર માટે થશે 1 કરોડનો ખર્ચ, હાલ 35 લાખ ભેગા થયા

કોરોના વાયરસની મહામારીમાં ડોકટરો ભગવાનનું રૂપ બનીને સામે આવ્યા, ઘણા ડોક્ટરોએ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી અને કેટલાય લોકોને નવું જીવન આપ્યું હોવાના ઉદાહરણો સોશિયલ મીડિયા અને સમાચારમાં જોવા મળી રહ્યા છે. હાલમાં જ સુરતના એક એવા ડોકટર સંકેત મહેતા આઇસીયૂમાં ભરતી હતા તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો.

Image Source

પરંતુ ડોક્ટરની તબિયત વધારે ખરાબ થવાના કારણે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈની હોસ્પિટલમાં ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે લઇ જવામાં આવ્યા છે. હાલ તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને તેમની સારવાર માટે મુખ્યમંત્રીએ જ આદેશ આપ્યા હતા.

Image Source

ડો.સંકેત મહેતા છેલ્લા 42 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા છે. તેઓ સુરતની BAPS હોસ્પિટલમાં સેવા આપતા હતા. ત્યારે થોડા સમય પહેલા હોસ્પિટલમાં આવેલા એક દર્દીને વેન્ટિલેટર ઉપર ચઢાવવા માટે પોતાનું હાઇલેવલ માસ્ક ઉતારી તે દર્દીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ હવે ડો.સંકેત મહેતા પોતે જ કોરોના સંક્રમિત બન્યા છે. તેઓ છેલ્લા 25 દિવસથી વેન્ટિલેટર પર છે અને હાલ તેમની સ્થિતિ અત્યંત નાજુક છે. તેઓના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી છે. આવામાં સુરતના અન્ય તબીબો પણ તેમની મદદે આવ્યા છે.

Image Source

ડોક્ટર મહેતાની સારવાર માટેનો કુલ ખર્ચ 1 કરોડ રૂપિયા જેટલો છે જેના માટે સુરતના અન્ય તબીબો આગળ આવ્યા છે. હાલ તેમની સારવાર માટે 35 લાખ ભેગા પણ થઇ ગયા છે. જેનાથી 20થી 25 દિવસ સુધીની સારવાર થઇ શકે તેમ છે જેના કારણે હાલ ફંડ લેવાનું બંધ કરવામાં આવ્યું છે.

Image Source

સુરતના આ સાચા કોરોના વોરિયર્સ જલ્દી જ સાજા થઇ અને પાછા ફરે તેવી દિલથી પ્રાર્થના કરીએ. જે પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાનો જીવ બચાવી શકે છે, એવા ડોક્ટરની આ દુનિયાને ખુબ જ જરૂર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.