ખબર

કોરોનાની બાબતે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી, કહ્યું ટેસ્ટિંગ વધારો અને

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. દેશમાં કોરોનાનો આંકડો 309,603 પર પહોંચી ગયો છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ દિલ્લી અને મુંબઈની છે. હાલમાં જ દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસ અને સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

Image Source

સર્વોચ્ચ અદાલતે મીડિયાના અહેવાલોના આધારે કહ્યું હતું કે, દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ચેન્નાઈ અને અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.

Image Source

સુપ્રીમ કોર્ટએ આ દરમિયાન દિલ્હીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં રાજ્ય સરકારને પૂછ્યું કે દિલ્હી (Delhi)માં ટેસ્ટિંગ કેમે ઓછું થઈ રહ્યું છે. દિલ્લીમાં ટેસ્ટિંગ હવે 7000થી ઓછું થઈને માત્ર 5000 સુધી પહોંચી ગયું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે તમે ટેસ્ટિંગ કેમ ઘટાડી દીધું છે. મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરોએ ટેસ્ટિંગ વધારી દીધું છે અને આજે 15-17000 ટેસ્ટ રોજ કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં માત્ર 5000 ટેસ્ટિંગ થઈ રહ્યા છે.

Image Source

આ સાથે જ ગુજરાત રાજ્ય અને એમાં પણ ચોકકસ રીતે અમદાવાદ શહેરની કોરોનાને લઇને કથળતી પરિસ્થિતિ અંગે ગુજરાત સરકારને નોટિસ ફટકારી હતી.

Image Source

આ મામલે હવે સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બંગાળને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું છે કે તમામ રાજ્યોમાં તાત્કાલિક ધોરણે સરકારી અને ખાનગી લેબમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવે.  પોઝિટિવ કેસીસની સંખ્યા ઓછી બતાવવા માટે ટેસ્ટિંગની સંખ્યા ઘટવી ન જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.