બૉલીવુડ ભારતનો સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ છે. અહીં રોજના ઢગલો કલાકારો એક્ટર બનવાના સપના જોઈને આવે છે પણ બધાને સફળતા નથી મળતી. ઘણા ઓછા લોકો તેમના શ્રેષ્ઠ અભિનય અને લુક્સથી લોકોનું હૃદય જીતવામાં સફળ થાય છે. ફિલ્મ જગતમાં એવા ઘણા કલાકારો છે જેમણે બૉલીવુડમાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી. જેને બાળ કલાકારોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી એ સ્ટાર બની ગયા. કેટલાક કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે બાળ કલાકાર તરીકે સુપર હીટ રહ્યા. પરંતુ જેવા તે મોટા થયા ત્યારે આ ફિલ્મી જગતમાં તેમની નૈયા પાર થઈ શકી નહી.

જો બાળ કલાકારની વાત કરવામાં આવે તો એવા અસંખ્ય ફિલ્મી કલાકારો છે જે બાળપણમાં ફિલ્મોમાં અભિનય કરીને દરેકના દિલમાં વસ્યા હતા. અને પોતાની માસૂમિયતથી પોતાની અલગ જ ઓળખાણ બનાવી હતી. જેમને બાળપણમાં કામ કર્યું ત્યારે તેમને એક્ટિંગ મામલે ખૂબ વાહવાહી મળી ને પુષ્કળ અભિવાદન પણ મળ્યું. પરંતુ તેમને મોટા થઈને પ્રેક્ષકોનો પ્રેમ ન મળ્યો જેના તે હકદાર હતા. એમાના ઘણા કલાકારોની ગણતરી તો સુપર ફ્લોપ એક્ટરોમાં થવા લાગી છે. આજે આપણે એવા જ ફિલ્મી સ્ટાર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે બાળપણમાં સફળ થયા હતા, પરંતુ મોટા થયા પછી તેઓ સુપર ફ્લોપ રહ્યા છે.
આફતાબ શિવદાસની –

બાળ કલાકાર તરીકે સૌથી ક્યૂટ બૉયનો ટેગ મેળવનાર આફતાબે પોતાના બાળપણમાં ઘણી સુપરહિટ બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. આફતાબ શિવદાસનીએ બાળ કલાકાર તરીકે ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘ચાલબાજ’, અને “શહનશાહ” જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું, પણ જયારે તે હીરો બની લોકો સામે આવ્યો ત્યારે લોકોએ વધારે તેનામાં રસ દાખવ્યો નહી.

આ ફિલ્મોમાં મસ્ત, કસુર, ક્યા યહી પ્યાર હૈ, અને હંગામા પણ એમના ખાતામાં સામેલ છે. પરંતુ આજે આફતાબ બોલીવુડના ફ્લોપ એક્ટર્સની યાદીમાં સામેલ છે.
ઇમરાન ખાન –

સુપરસ્ટાર આમિર ખાનનાં ભાણેજ ઇમરાન ખાન પર્સનાલિટી અને લુક્સમાં કોઈને પણ પાછળ મૂકી શકે છે. ઇમરાન ખાને ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ અને ‘કયામત સે કયામત તક’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે. તેમના બાળપણમાં, તેમના કામની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ મોટા થઈને તેનો જાદુ કોઈ કામ આવ્યો ન હતો.

આજે તે બૉલીવૂડની સુપર ફ્લોપ્સની યાદીમાં સામેલ છે. ફિલ્મ ‘જાને તું યા જાને ના’ સિવાય, તેની બધી ફિલ્મો અત્યાર સુધીમાં ફલોપ રહી છે.
ઉર્મિલા માતોંડકર –

રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર બૉલીવુડની એક જાણીતી નાયિકા છે, ઉર્મિલાએ રંગીલા જેવી સુપરહિટ ફિલ્મ કામ કર્યું છે. તેમણે ‘કલયુગ’ અને ‘માસુમ’ માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મો માટે, તેમને પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. તો ઉર્મિલાએ ફિલ્મ “માસૂમ” થી પોતાના બાળ કલાકાર તરીકે દર્શકોના દિલમાં અલગ છાપ છોડી દીધી હતી.

પરંતુ આજે સમય સાથે સાથે તે ફ્લોપ થઈ ચૂકી છે અને તેમને કોઈ દિગ્દર્શક અથવા પ્રોડ્યુસર ફિલ્મમાં નથી લેવા માંગતુ.
જુગલ હંસરાજ –

જુગલ હંસરાજ ભલે બોલીવુડમાં પોતાનો વિશેષ જાદુ ન ચલાવી શક્યો, પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર 8 વર્ષની ઉંમરથી જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. ‘1983’ માં રિલીઝ થયેલ ફિલ્મ ‘માસુમ’ થી જુગલને એક નવી ઓળખ મળી હતી જેણે દરેકની આંખોમાં તેમના માટે પ્રેમ ઊભો કર્યો હતો.

વાદળી આંખો અને સારા દેખાવ હોવા છતાં, જુગલ હંસરાજનો જાદુ દર્શકો પર ન થયો. બાળકલાકાર તરીકે પ્રેક્ષકોને તેની એક્ટિંગ ખૂબ ગમી હતી. પરંતુ યુવાન થયા પછી, તેમને કેટલીક ખાસ સફળતા મળી ન હતી.
હંસિકા મોટવાની –

હંસિકા મોટવાની 90 દાયકાની સુપરહિટ સિરિયલ “શક લાકા બૂમ બૂમ”માં કરુણાના પાત્ર માટે જાણીતી છે. તેમને ‘કોઈ મિલ ગયા’, ‘જાગો’ અને ‘હવા’ જેવા ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે પ્રેક્ષકો તરફથી ખૂબ જ પ્રેમ પ્રાપ્ત થયો હતો.

આજે પણ તે તમિલ ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તી છે. પરંતુ બૉલીવુડમાં તેમનું નામ “તેરા સુરૂર” ફિલ્મ કર્યા બાદ ફ્લોપ ઍક્ટર્સની સૂચિમાં સામેલ છે.
કુણાલ ખેમૂ –

કુણાલ ખેમૂ એ બાળપણમાં ‘હમ હે રાહી પ્યાર કે ‘, ‘રાજા હિન્દુસ્તાની’, ‘ભાઈ’ અને ‘જુડવા’ મૂવીમાં જોરદાર પ્રદર્શન અને શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. પરંતુ મોટા થયા પછી, તેઓને જે સફળતા મળી જોઈએ તેટલી સફળતા મળી નહી.

જોકે ‘ઢોલ’, ‘ટ્રાફિક સિગ્નલ’ અને ‘ધમાલ’ તથા ગોલમાલ ફિલ્મની સિરીઝમાં જેવી ફિલ્મોમાં તેમના કામની પ્રશંસા કરવામાં આવી છે.
સના સઈદ –

ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ ‘ માં, સનાએ અંજલીના પાત્રને ઘણું જ સરસ રીતે નિભાવીને દર્શકોની ખૂબ જ વાહવાહી મેળવી હતી. પરંતુ મોટા થયા પછી, તે વિશેષ કંઈ કરી શકી નહીં.

તેમ છતાં તેણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ અને ‘ફગલી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેના કામની પ્રશંસા કરવામાં આવી નહોતી.
ઓમકાર કપૂર –

ઓમકાર કપૂરે બાળપણમાં જુદાઇ, જુડવા અને ‘હીરો નં.1’ જેવી ફિલ્મોમાં અભિનય કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. પરંતુ મોટા થઈને તે તેનો જાદૂ ચલાવી શક્યો નહી.

ઓમકાર કપૂર ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે, પરંતુ દર્શકોને તેનો અભિનય ખાસ પસંદ આવ્યો ન હતો.
આદિત્ય નારાયણ –

આદિત્ય નારાયણ આજે બૉલીવુડના પ્રસિદ્ધ ગાયક છે, પરંતુ બાળપણમાં, તેને અભિનય કરીને પોતાનો જલવો બતાવી દીધો છે. આદિત્યએ બાળપણમાં ‘પરદેસ’, ‘અકેલે હમ અકેલે તુમ ‘ અને ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

પરંતુ જ્યારે મોટા થઈને ફિલ્મમાં અભિનય કર્યો ત્યારે તે નિષ્ફળ ગયો. તેને બોલીવુડની ફિલ્મ ‘શાપિત ‘ ફિલ્મથી ડેબ્યું કર્યું હતું. .
પરજાન દસ્તૂર –

‘કુછ કુછ હોતા હૈ’, ‘જુબેદા’, ‘પરજાનિયા’ અને ‘મોહબ્બેતે’ જેવી ફિલ્મોમાં, પોતાનો જાદુ ચલાવનાર પરજાન દસ્તૂર મોટો થઈને અભિનય ક્ષેત્રે કશું કરી શક્યો નહી.

જો કે તેમ છતાં તેઓ ‘બ્રેકકે બાદ’, ‘સિકંદર’ જેવી ફિલ્મોમાં દેખાયા હતા, પરંતુ પ્રેક્ષકોએ તેમને હીરો તરીકે સ્વીકારતા ન હોતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.