મનોરંજન

સન્ની દેઓલેને ડર મૂવી વખતે આવ્યો એટલો બધો ગુસ્સો કે ફાડી નાખ્યું પોતાનું પેન્ટ, શાહરૂખ ખાન બન્યા તેનું કારણ

બોલીવુડમાં સ્ટાર્સ વચ્ચે કુછ ખટ્ટી કુછ મીઠી તકરાર જોવા મળે છે.  બોલીવુડ તેની ગોસિપ અને ઇન્ટરેસ્ટિંગ વાતો માટે હંમેશા ફેમસ છે. તો આજે આપણે જાણીએ સન્ની દેઓલ અને શાહરૂખ ખાનના 16 વર્ષના અબોલા વિષે.

Image Source

ફિલ્મી દુનિયામાં સ્ટાર્સ વચ્ચે ઝઘડાઓ અને કોલ્ડ વોરની વાતો હંમેશા ચર્ચામાં રહે છે. આવો જ એક અનબનનો કિસ્સો છે સન્ની દેઓલ અને શાહરૂખ ખાનનો. આ વાત છે 1993ની ડર મૂવીની જેમાં સન્ની દેઓલ , શાહરૂખ ખાન અને જુહી ચાવલાએ કામ કર્યું હતું. આ ફિલ્મના ડાયરેકટર હતા યશ ચોપરા. આ ફિલ્મના એક સીનના ઈશ્યુ પછી સન્ની દેઓલે કયારેય પણ યશ ચોપરા સાથે કામ નથી કર્યું, ના શાહરૂખ ખાન સાથે લગભગ 16 વર્ષ સુધી કરી વાત.

Image Source

તાજેતરમાં જ એક ટીવી શોમાંં ઈન્ટરવ્યુ દરમિયાન સન્ની દેઓલને શાહરૂખ ખાન સાથે વાત ના કરવા પર પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો કે, શાહરૂખને પોતે ખોટા હોવાનો ડર છે , તેથી જ કદાચ તેમણે કયારેય ટ્રાય નથી કર્યો. ફિલ્મ ડરના શૂટિંગના દિવસો યાદ કરતા સન્ની દેઓલે જણાવ્યું હતું કે, મારો ડર ફિલ્મમાં એક કમાન્ડોનો રોલ હતો અને એક સીનમાં શાહરૂખ ખાને મને ચપ્પૂ મારવાનું હતું. ત્યારે મને એ સીન વિષે લાગ્યું કે હું આટલો ફીટ હતો તો કોઇ મને કેવી રીતે ચાકૂ મારી શકે.

આ સીન વિષે મેં ફિલ્મ ડાયરેકટર યશ ચોપરા સાથે વાત કરી અને ઘણી દલીલો કરીને મેં એમને સમજાવાનો પ્રયત્ન કર્યો. પણ મારી બધી જ કોશિશ નિષ્ફળ રહી. અને અંતમાં મને ખૂબ જ ગુસ્સો આવતા હું સાઇડમાં જઇને એકલો ઊભો રહી ગયો. ગુસ્સામાં મેં મારા પેન્ટમાં હાથ નાખ્યો અને મારા પેન્ટનું ખિસ્સું ફાડી નાખ્યું .સન્નીએ જણાવ્યું કે આ ઘટના પછી સેટ પર બધાં લોકો મારા ગુસ્સાથી ડરવા લાગ્યા હતા.

Image Source

યશ ચોપરા પર પોતાની નારાજગી વ્યકત કરતા, 2001માં ફિલ્મફેર મેગેઝીનના ઈન્ટરવ્યુમાં સન્ની દેઓલે જણાવ્યું હતું કે, ડર ફિલ્મની મેકિંગ તેમની જીંદગીનો સૌથી બેકાર અનુભવ હતો. તે વખતે તેમને જૂઠ્ઠું કહેવામાં આવ્યું હતું. અને તેમને ફિલ્મ મેકર્સ દ્વારા સાઇડલાઇન કરવામાં આવ્યા હતા.

સન્નીના કહેવા મુજબ, તેમને કહેવામાં નહોતું આવ્યું કે ફિલ્મ મેકર્સ ફિલ્મમાં વિલનના રોલને લાઇમલાઇટ કરવાના હતા. આ ઇન્ટરવ્યુ દરમિયાન સન્નીને પૂછવામાં આવ્યું હતું કે, શું શાહરૂખથી તેમને કોઈ પ્રોબ્લેમ છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, મે તેમની સાથે કામ કર્યું છે અને  તે કેપેબલ છે. પણ આગળથી હું કેરફૂલ રહીશ.

Image Source

અંતમાં જયારે સન્નીને પૂછવામાં આવ્યું કે કેમ તેમણે 16 વર્ષ સુધી શાહરૂખ ખાન સાથે વાત ના કરી, તેના જવાબમાં તેમણે કીધું કે એવું કંઇ નથી કે મેં વાત નથી કરી. પણ હું વધારે સોશ્યલાઈઝ નથી, તો અમે કયારેય મળ્યા નથી , ના કયારેય વાત થઈ. એમ પણ હું કોઈ પાર્ટીમાં નથી જતો. તો વાત કરવાનો સવાલ જ નથી.

તો આવી ગોસિપ સાથે સન્ની દેઓલ અને શાહરૂખ ખાનના લગભગ 16 વર્ષના અબોલા પૂરા થઈ ગયા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks